જામનગર: ચૂંટણીનું મનદુઃખ લગ્ન પ્રસંગમાં પહોચ્યું, યુવાન પર હુમલો

0
733

જામનગર જીલ્લાના સાજળીયારી ગામે ત્રણ વર્ષ પૂર્વેના ચૂંટણીના મનદુઃખને લઈને એક યુવાન પર ત્રણ સખ્સોએ લગ્ન પ્રસંગમાં આવેલ એક યુવાન પર હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સાજડીયારી ગામે ગઈ કાલે રાત્રે ભુરાભાઇ ચારણના રહેણાકે ખટિયા ગામે રહેતા રહીમભાઇ મામદભાઇ શેઠાના ભાઈ સાહિલ પર ગોપાલભાઇ શીવાલાભાઇ, વીરાભાઇ રાજકરણભાઇ રહે બન્ને જામપાટ નેશ અને દેગાભાઇ ધનાભાઇ રહે ખોડીયાર નેસ ખટીયા તા. લાલપુર જી જામનગર વાળા સખ્સોએ હુમલો કર્યો હતો જેમાં આરોપી ગોપાલે ધકો મારતા શાહિલ પડી ગયો હતો અને ‘ધકો શું કામ મારેલ’ તેમ કહ્યું હતું. જેને લઈને આરોપી ગોપાલે પોતાના હાથમાં પહેરેલ કળુ સાહીલને માથાના ભાગે એક ઘા કર્યો હતો. જેથી સાહિલ લોહી લુહાણ થઇ ગયો હતો. જયારે અન્ય બંને આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી બીભત્સ વાણીવિલાસ આચર્યો હતો. આ બનાવ બાદ સાહિલે સારવાર લીધી હતી. આ બનાવ અંગે લાલપુર પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓના સંબંધી ઝાલાભાઇ ચારણે ખટીયા ગામમાં સને ૨૦૧૮ માં સરપંચની ચુટણીમાં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. પરંતુ ઝાલાભાઇ ને ત્રણ સંતાનો હોવાથી રહીમભાઈએ અરજી કરી તેનુ ઉમેદવારી ફોર્મ રદ કરાવ્યુ હતું. આ અરજીનો ખાર રાખી ગઈ કાલે બંને ભાઈઓ તથા ઘરના સભ્યો સાજડીયારી ગામે ભુરાભાઇ ચારણને ત્યા લગ્ન પ્રસંગે જમવા માટે ગયા હતા. ત્યારે હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું  છે.

NO COMMENTS