લાલપુર: મામાના ઘરે વેકેશન કરવા આવેલ ૧૩ વર્ષીય જેનીષાએ કર્યો આપઘાત

0
1241

જામનગર: જામનગર જીલ્લાના લાલપુર પંથકમાં રહેતા મામાના ઘરે વેકેશન કરવા આવેલ ૧૩ વર્ષીય ભાણેજે ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા શોકનું મોજું ફરી વળ્યું છે. સતત ટીવી જોતી અને મોડી રાત સુધી મોબાઈલમાં રચી પછી રહેતી ભાણેજને મામાએ આમ ના કરવાનું કહેતા ભાણેજને લાગી આવ્યું હતું અને અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

સમાજ ચિંતકોની ચિંતા વધારતા બનાવની વિગત એવી છે કે, સુરતમાં મોટા વરાછા શીવધારા રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતા પંકજભાઈ ઘેલાભાઈ અભંગીની પુત્રી જેનીશા ઉવ ૧૩ હાલ વેકેશન હોવાથી તેના લાલપુર તાલુકાના પીપરટોળા  ગામે રહેતા મામા મહેશભાઇ મનસુખભાઇ

રાબડીયાના ઘરે આવી હતી. અહી તેણીની આખો દિવસ ટીવી જોવી અને મોડે સુધી મોબાઈલમાં રચી પછી રહેતી હતી જેને લઈને તેણીને તેના મામા અને માતાપિતાએ ગઇ તા.૨૬/૦૫/૨૦૨૩ ના રોજ સાંજના આઠેક વાગ્યાના આસપાસ આખો દિવસ તથા મોડી રાત્ર સુધી મોબાઇલમા તથા ટી.વી.મા જોયા રાખવા બાબતે ઠપકો આપી, ઘરમા કઇ કામકાજ ન કરતી હોય જેથી ઘરના કામકાજ શીખવા બાબતે કહ્યું હતું. આ ઠપકાને લઈને જીદ્દી સ્વભાવ ધરાવતી જેનીશાને લાગી આવ્યું હતું અને તેણીએ પોતે પોતાના હાથે ઘરના છત પરના હુકમા ચુંદળી બાંધી ગળાફાંસો

ખાઇ લઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પરિવારજનોએ તેણીને તાત્કાલિક જામનગર ખસેડી જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જોકે ત્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને લઈને બંને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વર્તમાન સમયમાં બાળકોમાં મોબાઈલના વળગાળને લઈને પરિવારથી વિમુખ થતા જાય છે. પરિવારના સભ્યો સભ્ય સમાજની રહેણી કરણી અંગે શીખવવાનો પ્રયાસ કરે તો બાળકો અવિચારી પગલું ભરી લેતા હોય છે. ત્યારે આ કિસ્સો સભ્ય સમાજ માટે આંખ ઉઘાડનારો બની રહ્યો છે. આ બનાવમાંથી દરેક સમાજ અને બાળકોએ બોધ લઇ પરિવારના એકમેક થઇને રહેવાની ભાવના વિકસાવવી જોઈએ તો જ સભ્ય સમાજની ધુરા રાબેતા મુજબ ચાલી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here