લૈયારા ગામે વીજકર્મીઓ પર હુમલો કરી ફરજમાં રુકાવટ

0
703

ધ્રોલ તાલુકાના ગામે મીટર રીડિંગની કામગીરી કરવા ગયેલા પીજીવીસીએલના બે કર્મચારીઓ સામે બોલાચાલી કરી એક સખ્સે ફડાકા મારી ફરજમાં રૂકાવટ કરી મારી નાખવાની ધમકી આપવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. આરોપીએ મોટરસાયકલ લઇ પાછળ આવી બંને કર્મચારીઓને પતાવી દેવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

વીજ ચેકિંગ દરમીયાનની જૂની તસ્વીર

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર પોલીસ હેડ ક્વાર્ટરની સામે આશાપુરા હોટલની બાજુમાં રહેતા પીજીવીસીએલ કંપનીમાં જુનિયર આસિસ્ટન્ટ એટલે કે વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવતા અજય રામભાઈ ઝાલા નામના યુવાન તારીખ પાંચમી ના રોજ ધ્રોલ તાલુકાના ગામે વીજ મીટર રીડિંગની કામગીરી કરવા ગયા હતા. તેઓ બપોરે 12 વાગ્યે પોતાના અન્ય કર્મચારી સાથે મીટર રીડિંગ કરવાની કામગીરી કરતા હતા ત્યારે ઋતુરાજસિંહ ભીખુભા જાડેજા નામનો શખ્સ આવી પહોંચ્યો હતો અને ભૂંડી ગાળો બોલવા લાગ્યો હતો.

ત્યારબાદ ઉસકરાયેલા સખ્સે બંને વીજ કર્મીઓને ફડાકા મારી સામાન્ય બીજા પહોંચાડી હતી. જેને લઈને બંને વીજ કર્મીઓ ત્યાંથી નીકળી ગયા હતા. દરમિયાન આરોપી મોટરસાયકલ લઇ પાછળ આવ્યો હતો અને બંને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રુકાવટ કરી હતી. આ બનાવ અંગે અજયભાઈએ આરોપી સામે ધ્રોલ પોલીસ દફતરમાં માર મારી ફરજમાં રૂકાવટ કરવા સબંધની ફરિયાદ નોંધાવતા એએસઆઈ એમપી મોરી સહિતનાઓએ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here