જામનગર : આઇપીએલની કેકેઆર ટીમ સામે કંગાળ પ્રદર્શન કરનાર ધોનીની પુત્રી પર બળાત્કાર કરવાની ધમકીઓ મળતા ક્રિકેટ વર્લ્ડમાં ભારે ગરમાગરમી વ્યાપી ગઈ હતી. ઈરફાન પઠાણ સહિતનાઓએ ધમકી આપનાર સખ્સને સારી ભાષામાં નશીહત આપી હતી. દરમિયાન રાંચી પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરતા છેક કચ્છ ગુજરાતનું કનેક્શન નીકળ્યું હતું. જેમાં મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામનો ધોરણ બાર પાસ હોવાનું સામે આવ્યું હતું.
આઈપીએલની કેકેઆર સામેની મેચમાં નીરસ પ્રદર્શન કરનાર સીએસકેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પત્નીના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં કોઈ સખ્સ ટેક્સ મેસેજ કરી માસુમ પુત્રી જીવા પર બળાત્કાર ગુજારવાની ધમકી આપી હતી. જેને લઈને ધોનાના રાંચી ખાતેના ઘરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો .
રાંચી પોલીસે તપાસ શરુ કરી હતી જેમાં આરોપીનું લોકેશન ગુજરાત મળતા તપાસ કરવામાં આવી હતી. ધમકીભર્યો મેસેજ કચ્છના મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામના ધોરણ બારમાં અભ્યાસ કરતા સગીર સખ્સે કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને સ્થાનિક પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો પોલીસે આ સખ્સને પકડી પાડી રાંચી પોલીસને જાણ કરી છે.