જામનગર : બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેકે પોતાની ડેબ્યુ ફિલ્મ રેફ્યુજીમાં પ્રેમી તરીકે જે કિરતાર ભજવ્યો છે તેવો જ પ્લોટ રચાયો બંને દેશના યુવા હૈયાઓ વચ્ચે, પણ સરહદના સીમાડાએ પ્રેમીઓ માટે બાધા બની ગયા, પરંતુ પ્રેમની વેદી પર એક થવા અને પોતાની પાકીસ્તાની માસુકાને મળતા હિન્દુસ્તાનના એક યુવાને કચ્છના સીમાડાઓ ખુંદવા માંડ્યા પણ બંનેનું મિલન ન થઇ શક્યું, બંને વચ્ચેના મિલનને અંતરાય રૂપ બની સુરક્ષા એજન્સી.
પંછી…નદીયા…પવન કે જોકે….ગીત તો યાદ છે ને ? કે પછી એસા લગતા હે…જોના હુઆ…હોને કો હે…..હા, આ એજ ફિલ્મ રેફ્યુજીનું ગીત છે જેમાં ભારત-પાકિસ્તાનના બે પ્રેમી પાત્રોની પટકથા છે. પોતાના પ્રેમને પામવા માટે અનેક વિધ્નો પાર કરે છે ફિલ્મના યુવા હૈયાઓ, આવો જ પ્રેમ પાંગર્યો છે પાકિસ્તાની યુવતી અને ભારતીય યુવાનને, પરંતુ ફિલ્મમાં જેમ અંતરાયો ઉભા થયા તેમ જ આ વાસ્તવિક પ્રેમમાં પણ અંતરાયો આવીને ઉભા રહ્યા,
વાત એમ છે કે એમ બીજાને દિલ દીધા બાદ એક પલ પણ એકબીજા વગર નહિ રહી સકતા આ યુવા હૈયાઓ પૈકી ભારતીય પ્રેમીએ કોઈ પણ કાળે પ્રેમિકાને મળવા જવાનો નિર્ણય કર્યો, પરંતુ એ નિર્ણય પાકિસ્તાન સુધી પહોચવામાં નિષ્ફળ નીવડ્યો, યુવાને પ્રેમીકાને મળવા કચ્છના રણ તરફનો માર્ગ પસંદ કર્યો અને પગપાળા જ નીકળી પડ્યો માસુકાના ઘર તરફના રસ્તે, પરતું કચ્છના સીમાડા પર તૈનાત ભારતીય સુરક્ષા એજન્સી બીએસએફને યુવાનની હલચલની જાણ થઇ ગઈ અને તેને સિમાડામાંથી આંતરી લીધો. બીએસએફની ટીમે પરત લઇ આવી આ યુવાનની પૂછપરછ કરી ત્યારે ગજબની પ્રેમ કહાની સામે આવી હતી. યુવાનની સામે સુરક્ષા એજન્સીએ જરૂરથી સહાનુભુતિ દાખવી છે પરંતુ પાકિસ્તાન તરફ જતા રોકવો એ બીએસએફની ડ્યુટી હોવાથી યુવાનને પરત તેના ઘર તરફ મોકલી આપ્યો છે. સુરક્ષા એજન્સીની પૂછપરછમાં યુવાને કહ્યું હતું કે હું મૂળ મહારાષ્ટ્રનો રહેવાશું છું. અમે બંને સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના નજીક આવ્યા છીએ અને અમે અમારા પ્રેમને સંસારમાં પલટાવવા માંગીએ છીએ એ માટે અમે બંને દેશના રાજદ્વારીઓ સાથે વાતચીત કરીશું એમ ઉમેર્યું હતું.
નોંધ : તસ્વીર પ્રતીકાત્મક છે જે રેફ્યુજી ફિલ્મની છે. આ સમાચાર સાથે તસ્વીરને કોઈ સંબંધ નથી.