ખંભાળિયા: કચકચાવીને મતદાન કરજો વિક્રમ માડમ

0
1334

રાજ્યમાં સૌથી ચર્ચાસ્પદ બેઠક એવી ખંભાળિયા વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ દ્વારા પ્રચંડ જનસંપર્ક રેલીઓ અને સભાઓ યોજવામાં આવી રહી છે અને ગામડે ગામડેથી બોડી માત્રામાં જન સમર્થન મળી રહ્યું છે ત્યારે ખંભાળિયા ખાતે યોજાયેલી જાહેર સભામાં વિક્રમ મેડમને મતદારોને અને પોતાના સમર્થકોને સંબોધન કરતા કહ્યું હતું કે વિરોધીઓની શાન ઠેકાણે આવે તે માટે કચકચાવીને મતદાન કરજો, પોતપોતાની જવાબદારી સમજીને મતદાન કરવાનું કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે આહવાન કર્યું હતું.

પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રક્રિયા ના પ્રચાર પ્રસાદ શાંત પડે તે પૂર્વે જામખંભાળિયા ખાતે કોંગ્રેસના જાણીતા અને કદાવર નેતા વિક્રમ માડમની તરફદારીમાં કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલની જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યસ્થ કાર્યાલય નું ઉદઘાટન કર્યા બાદ 35 km નો રોડ કરી શક્તિસિંહ ગોહિલે ખંભાળિયામાં પંજાની જમાવટ કરી હતી. રેલી અને સભામાં બહોળી માત્રામાં લોકો જોડાયા હતા.
જાહેર સભાને સંબોધન કરતા ખંભાળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઈ માડમે પોતાના સમર્થકોને આહવાન કર્યું હતું કે આ વખતે વિરોધીઓની શાન ઠેકાણે આવે તે માટે કચ કચાવીને મતદાન કરજો સાથે સાથે જવાબદારી પૂર્વક સમજી વિચારીને મતદાન કરવા પણ આહવાન કર્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સામે છાતીએ લડ્યો છું એમ વિક્રમ જણાવી વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here