દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના સોનારડી ગામની સગીરાનું ગામના જ સખ્સે અપહરણ કરી ભગાડી ગયા બાદ પોલીસે આરોપીને રાજસ્થાનથી દબોચી લીધો છે. સગીરા ત્રીશ તોલા સોનું પણ સાથે લઇ ગઈ હોવાથી પોલીસે તપાસ કરતા આ સોની સુરત ગીરવે મૂકી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મદદગારી કરનાર રાજસ્થાની દંપતી અને અપહરણ કરનાર સખ્સની ધરપકડ કરી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં ખંભાલીયા તાલુકાના સોનારડી ગામેથી એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સગીરાનું અપહરણ લગ્નની લાલચે સોનારડી ગામના પ્રદીપ જેન્તીલાલ રાઠોડ નામના સખ્સે કર્યો હોવાનું અને સગીરા તેની સાથે પિતાના ઘરેથી ૩૦ તોલા દાગીના લઇ ગઈ હોવાનું સામે સામે આવ્યું હતું. આ ઘટનાની ફરિયાદના આધારે પોલીસે ટેક્નિકલ તથા હ્યુમન સૌર્સ નો ઉપયોગ કરી તથા દેવભુમી દ્વારકા સાઈબર ક્રાઇમ સેલની ટેકનીકલ મદદથી તપાસ હાથ ધરી હતી. જેમાં બે ટીમ બનાવી પોલીસે સુરત તથા રાજસ્થાનના જયપુર સુધી તપાસ લંબાવી હતી. જેમાં રાજસ્થાનના જયપુર ખાતેથી આરોપી પ્રદિપ જેન્તીલાલ રાઠોડ વાળો સખ્સ સગીરા સાથે પકડાઈ ગયો હતો. જયારે સુરત ગયેલ ટીમે અપહરણના ગુનામાં મદદગારી કરનાર એક રાજસ્થાની દંપતીને પકડી પાડ્યું હતું. આ દંપતીએ સુરત ખાતે સોનું ગીરવે મુકાવી રૂપિયા ઉપાડી દઈ રાજસ્થાન જવાની વ્યવસ્થા કરી આપી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દંપતીની ધરપકડ કરી હતી. પ્રદીપે સોનું ગીરવે મૂકી પોતાના ખાતામાં રૂપિયા જમા કરાવી લીધા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે આ ખાતું સીલ કર્યું છે.
પોલીસે પ્રદિપ ઉર્ફે પદિયો જેન્તીલાલ સીડ રી-સોનારીગામ તા. ખંભાળીયા અને યોગેશ સુરેશચન્દ્ર જાગીડ તેમજ મનીષા યોગેશ જાગીડ રહે.બન્ને હાલા કતારગામ સુરત શહેર મુળ કિશનગઢ રાજસ્થાન વાળાઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહી ખંભાલીયા પીઆઈ પી.એમ.જુડાલ, પો.સબ.ઇન્સ. કે.એન ઠાકરીયા, દિપકભાઇ રાવણિયા, પો.કોન્સ ખીમાભાઇ કરમુર, હેમતભાઇ નંદાણીયા, પ્રદિપસિંહ જાડેજા, પો.કોન્સ. રામદેભાઇ રંગીયા, યોગરાજસિંહ ઝાલા, મહિલા પો.કોન્સ રીધ્ધીબેન પટેલ તથા સાઇબર ક્રાઈમ સેલ તથા એલસીબી, અને એસ.ઓ.જી.શાખાના સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી.