ખંભાલીયા : પરિવાર બહાર ગામ ગયો ને બંગ્લાવાડીના મકાનમાંથી તસ્કરો મારી ગયા મોટો હાથ

0
714

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયામાં શક્તિનગર, બંગલાવાડીમાં રહેતો એક વિપ્ર પરિવાર બહાર ગામ ગયા બાદ એક દિવસ બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોડક સહિત માતબર મુદ્દામાલની ચોરી આચરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.

ખંભાલીયા તાલુકા મથકે શક્તિનગર વિસ્તારમાં આવેલ બંગલાવાડી વિસ્તારમાં રહેતા કૃષ્ણકાન્ત રતિલાલ પુરોહિત પોતાના ઘરનો દરવાજો બંધ કરી બહાર ગામ ગયા હતા. ગત શનિવારે સવારે નવેક વાગ્યે થી ગઈ કાલ રવીવાર સુધીના સવારના ગાળામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં રહેણાંક મકાનની બારીની ગ્રીલ તોડી અંદર ઘુસેલા તસ્કરો અંદરના રૂમનો કબાટનો દરવાજો તોડી, અંદરથી રૂપિયા ૧,૧૦,૦૦૦ની રોકડ અને એક સોનાનું મંગલસૂત્ર, એક સોનાની ચેઈન, અડધા તોલાનો સોનાનો ચેઈન, અને સોનાની ચાર બુટી, પાંચ નંગ વીંટી, અડધા તોલાનું સોનાનું પેન્ડલ, સહીત રૂપિયા ૪,૭૦,૦૦૦ની રકમના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.  આ બનાવની રવિવારે પરત ફરેલ પરિવારને જાણ થતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે જાણભેદુ તસ્કરો સામે શંકા સેવી તપાસ હાથ ધરી હતી.

NO COMMENTS