જામનગર અપડેટ્સ : ખંભાલીયા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓએ રૂપિયા ૧૫ હજારની લાંચ માંગી સોદો ફાયનલ કર્યો પરંતુ એસીબીએ ટ્રેપ ગોઠવી ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અને એક વચેટિયાને લાંચ લેતા પકડી પાડ્યા છે. આઈપીએલનો સટ્ટો રમવા દેવામાં બાધા નહી નાખવા પેટે આરોપી પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાલીયા પોલીસ મથકમાં જ જુગાર રમતા પકડાયેલ સખ્સોની સામે જ જુગાર રમવા બાબતનો કથિત વિડીઓ વાયરલ થયા બાદ ડી સ્ટાફના ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે જુગાર અને ખંભાલીયા પોલીસ દફતરના આ જુના નાતાને ડી સ્ટાફે જાળવી રાખ્યો હોય તેમ ગઈ કાલે ડી સ્ટાફનો એક હેડ કોન્સ્ટેબલ અને વચેટીયો એસીબીની જપટે ચડી ગયા હતા. ખંભાલીયાના જ એક સખ્સને આઈપીએલનો સટ્ટો રમાડવા માટે અને આ ડબ્બામાં રેઇડ નહી કરવામાટે ડી સ્ટાફનાયોગેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાઠોડ, અના. પોલીસ હેડ કોન્સ્ટેબલ,વર્ગ-૩, ખંભાળિયા પોલીસ સ્ટેશન, જી.દેવભૂમિ દ્વારકા વાળા અને અન્ય બે પોલીસકર્મીઓએ રૂપિયા ૧૫ હજારની લાંચ માંગી હતી. આઇપીએલ પૂરો થઇ જાય બાદ આ રૂપિયા આપવાની વાત થઇ હતી જેને લઈને ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. આ રાવને લઈને એસીબીએ ગઈ કાલે ટ્રેપ ગોઠવી હતી. જેમાં પોલીસકર્મીએ લાંચની રકમ પોતાના વચેટીયા દેવ અમિતભાઇ જોશી રહે.વારાહી ચોક, જોશીનો ડેલો, ખંભાળિયા વાળાને “મહેક ” મોબાઈલ ની દુકાન,
નગર ગેઇટ પાસે આવેલ દુકાને આપી દેવા સુચના આપી હતી. જેથી ફરિયાદીએ દેવને લાંચના રૂપિયા આપ્યા હતા. આ જ સમયે એસીબીની ટીમ દુકાને પહોચી ગઈ હતી અને દેવ પાસેથી રૂપિયા ૧૫ હજાર કબજે કરી તાત્કાલિક ખંભાળિયા પોલીસ દફતરમાં હાજર પોલીસ હેડ કોન્સ્ટેબલને ઉઠાવી લીધો હતો. જો કે એસીબીની ફરિયાદમાં આરોપી તરીકે અન્ય બે પોલીસકર્મીઓને આરોપી તરીકે બતાવાયા નથી. આગળની તપાસ દેવભૂમિ દ્વારિકા એસીબી દ્વારા કરવમાં આવશે.