જામનગર : બે દાયકા પૂર્વે અરજીના અનુસંધાને માંડવાળ કરવા તાત્કાલિક પોલીસકર્મીને એસીબીએ બસ્સો રૂપિયાની લાંચ લેતા પકડી પાડ્યા હતા. એક હજારના લાંચ પ્રકરણમાં આજે કોર્ટે આરોપી પોલીસ કર્મીને કસૂરવાર ગણી બે વર્ષની સજાનો હુકમ કર્યો છે.
વર્ષ ૨૦૦૨માં ફરીયાદીના બનેવી વિરૂધ્ધ જામખંભાળીયા પોલીસ સ્ટેશનમાં અરજી થઇ હતી. આ અરજીની તપાસ જામખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન અના પો.હેડ કોન્સ. નીરૂભા પોપટભાઇ જાડેજા દ્રારા કરવામાં આવી હતી. આ અરજી ફાઇલ કરવાની અવેજ પેટે આરોપી પોલીસકર્મીએ રૂ.૨,૦૦૦ની માંગણી કરેલ અને રકજકના અંતે રૂ.૧,૦૦૦ આપવાનો વાયદોથયો હતો. જે વાયદા પૈકી રૂ.૮૦૦ની રકમ આપી દીધા બાદ બાકીના રૂ.૨૦૦ બાબતે આરોપી પોલીસકર્મીએ અવારનવાર ઉઘરાણી કરી હતી. જેને લઈને ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી, એ.સી.બી.ના ટ્રેપીંગ અધિકારી મારફતે આરોપી વિરૂધ્ધ છટકુ ગોઠવાયુ હતું. જેમાં તા.૦૫/૦૯/૨૦૦૨ ના રોજ આરોપી પોલીસકર્મી રૂપિયા 200ની લાંચ લેતા પકડાઈ ગયા હતા. એસીબીએ જે તે સમયે આરોપી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી. દરમિયાન એસીબી દ્વારા તાપસ પૂર્ણ કરી ખંભાળિયા સેશન્સ કોર્ટમા ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એલ.આર.ચાવડાની ધારદાર દલીલો આધારે બીજા એડીશ્નલ સેશન્સ જજ ડી.ડી.બુધ્ધદેવે આરોપીને લાંચ રૂશ્વત નિવારણ ધારા ૧૯૮૮ની કલમ-૭ મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૨,૦૦૦નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા તથા લાંચ રૂશ્વત નિવારણ ધારા ૧૯૮૮ની કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩૨) મુજબના ગુન્હામાં
તકસીરવાન ઠરાવી ૨ વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૫,૦૦૦નો દંડ અને જો દડ ન ભરે તો વધુ ૬ માસ ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.