જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાલીયા ખાતે રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા એક સખ્સના ઘરે દરોડો પાડી એસઓજી પોલીસે નશીલા ટીકડાઓ સાથે પકડી પાડ્યો છે. આ કેપ્સુલ સપ્લાય કરનાર સખ્સનું નામ સામે આવતા પોલીસે તેને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે રેલેવે સ્ટેશનરોડ, તેલી નદીના કાંઠે, અજમેર પીરની ટેકરી પાસે રહેતો અને નગરપાલિકામાં કોન્ટ્રકટ બેઝ પર ડ્રાઈવર તરીકેની નોકરી કરતો આરોપી ઈરફાન ઉર્ફે બાપુ અલ્લારખાભાઈ ઈસ્માઈલભાઈ શેઠા નામનો સખ્સ નશીલા પદાર્થનો ગેર કાયદેસર ધંધો કરતો હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી. જેને લઈને પીઆઈ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ સખ્સના ઘરની તલાસી લેતા અંદરથી નશાકારક કેપ્સુલ NRX Alprazolam Tablets I.P. 0.50 mg.,ALPRADOM 0.50, Tablets ની ટેબલેટ નંગ-૫૦૦ જેનું વજન ૬૨ ગ્રામ કિં.રૂ.૧૨૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત એક મોબાઈલ ફોન સહીત રૂપિયા ૬૨૦0નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આ સખ્સની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આ જથ્થો વિજયભાઈ મથુરાદાસ ગોંડીયા, રહે.જામ ખંભાળીયા, જડેશ્ર્વર સોસાયટી વાળા સખ્સ પાસેથી ખરીદ કર્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ સખ્સને ફરાર જાહેર કરી બંનેની સામે એનડીપીએસ ધારાઓ મુજબ કાર્યવાહી કરી હતી.