જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામનગર રોડ પર આવેલ નયારા કંપનીની ઓફીસમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીના થેલામાંથી આઈ ફોનની ચોરી થવા પામી છે. આ બનાવ અંગે પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ચોરી કોઈ ઓફીસ સ્ટાફના માણસે જ કરી હોવાની શંકા સાથે ખંભાલીયા પોલીસે તપાસ હાથ ધરી છે.
ખંભાલીયા નજીક આવેલ નયારા કંપનીની પીઆરયુ પ્રોજેક્ટ ઓફીસમાં થયેલ ચોરીની વિગત મુબજ, ગત તા. ૨૭/૦૫/૨૦૨૩ના રોજ સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ શીવનાથ ચીકાને ઉ.વ- ૨૬ નામના કર્મચારીના થેલામાંથી પોતાની માલીકીનો એપલ કંપનીનો મોડલ ૧૪ પ્રો મોબાઈલ ફોન જેના આઈ.એમ.ઈ.આઈ નં ૩૫૦૦૪૬૭૮૬૧૭૪૯૧૧તથા ૩૫૦૦૪૬૭૮૬૦૨૨૪૯૦ વાળાની ચોરી થવા પામી હતી. રૂપિયા ૭૦,૦૦૦ ની કીમતનો મોબાઈલ સુપરવાઈઝરે તેની ઓફીસમા રાખેલ બેગમા રાખ્યો હતો. ત્યારે બેગમાંથી કોઈ અજાણ્યા ચોર મોબાઇલ ની ચોરી કરી લઈ ગયો હતો. આ બનાવ અંગે કર્મચારીએ ખંભાલીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કંપનીની ઓફીસ અંદરથી થયેલ ચોરીમાં કંપનીના જ કોઈ કર્મચારીની સંડોવણી હોવાની શંકા જતાવી ખંભાલીયા પોલીસે તપાસ હાથ ધરી છે.