જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લા સહિત રાજ્યભરના પોલીસ દફતરમાં ખળભળાટ મચાવનાર પોલીસ દફતરમાં જ પોલીસકર્મીઓના જુગાર પ્રકરણમાં જીલ્લા પોલીસવડાએ તાત્કાલિક અસરથી વિડીયોમાં દેખાતા ચારેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.
દેવભૂમિ દ્વ્રારકા જીલ્લાના મુખ્ય મથકમાં આવેલ પોલીસ સ્ટેશનમાં થોડો સમય પૂર્વે સ્ટાફ દ્વારા જુગાર સબંધિત દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે તમામ સખ્સો સામે જુગારધારા સબંધિત કાર્યવાહી કરી હતી. જો કે ત્યારબાદ આ જ ઘટનાનાને લઈને એક વિડીઓ વાયરલ થયો હતો. જેમાં પોલીસ દફતર અંદર અમુક સખ્સો નીચે બેઠેલ દેખાય છે જયારે સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મીઓ પન્ના ટીચતા નજરે પડે છે.
આ જ બાબતને લઈને વાયરલ ઓડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે જે પોલીસકર્મીઓ દેખાય છે તે પોલીસ દફતર અંદર જ જુગાર રમે છે. આ વિડીઓ વાયરલ થતા જ રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી હતી. જેને લઈને પોલીસવડા શુનીલ જોશીએ તાત્કાલિક એલસીબીને તાત્કાલિક તપાસ કરવાના આદેશ આપ્યા હતા. તપાસના આદેશના બીજા જ દિવસે વીડીઓમાં દેખાતા ચારેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં દિલીપસિંહ, શક્તિસિંહ, સુખદેવસિંહ અને હરદીપસિંહનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. બહુચર્ચિત પ્રકરણમાં જીલ્લા પોલીસવડાએ કડક કાર્યવાહી કરતા જીલ્લાભરના પોલીસમાં ફફડાટ ફેલાઈ ગયો છે.