અરેરાટી : એક જ પરિવારના ચાર ડૂબ્યા ખાણમાં, આવી રીતે ઘટના ઘટી

0
715

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મથક ખંભાલીયાની ભાગોળે આવેલ વરસાદી પાણીથી ભરાયેલ ખાણમાં ડૂબી જતા એક જ પરિવારના ત્રણ યુવાનો સહીત ચારના મૃત્યુ નીપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે. ન્હાવા પડેલ ત્રણેય યુવાનો ડૂબવા લાગતા ત્રણેયને બચાવવા જતા પ્રૌઢ પણ ડૂબ્યા હોવાની વિગતો સામે આવી છે.

સવારમાંથી જ સમગ્ર હાલારમાં અરેરાટી સાથે શોક જન્માવનાર બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા નજીક આવેલ ધરમપુર વિસ્તારમાં મંદિર પાસે આવેલ વરસાદી પાણીથી ભરાયેલ ખાણમાં આજે સવારે ૧૬ થી ૧૯ વર્ષની ઉમરના કિશોર અને યુવાનો ન્હાવા પડ્યા હતા. એક પછી એક ન્હાવા પડેલ યુવાનો પાણી માપવામાં થાપ ખાઈ ગયા હતા. ધરમપુર ગામના જયદીપ મુકેશભાઈ નકુમ 19 આશરે, ગિરીશ મુકેશભાઈ નકુમ 17, રાજ કિશોરભાઈ નકુમ ઉવ 16 નામના ત્રણેય યુવાનો ડૂબવા લાગતા હા હો થઇ જતા ચારેય તરફથી માણસો એકઠા થઇ ગયા હતા. જેને લઈને સ્થળ પર રહેલ યુવાનોના જ પરિવારના ભાણાભાઈ મનજીભાઈ નકુમ ઉવ ૫૨ વાળાએ કુદકો લગાવી ત્રણેય યુવાનોને બચાવવા અંતિમ છલાંગ લગાવી હતી જેમાં તેઓ પણ ડૂબી ગયા હતા અને જોત જોતામાં ખાણના પાણીએ ચારેયને પોતાની આગોસમાં સમાવી લીધા હતા.

આ બનાવની જાણ થતા ધરમપુરના ઉપ સરપંચ રસિકભાઈ સહિતના દોડી ગયા હતા. અને સ્થાનિક ફાયર અને તરવૈયાઓને બોલાવી બચાવ કાર્યું હાથ ધર્યું હતું પરંતુ ચારેયના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. આ બનાવના પગલે ખેતીવાડી કરતા સતવારા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સ્થળ પર પહોચેલ પરિવારના સભ્યોએ આંક્રદ કરતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.

NO COMMENTS