જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીકથી એસઓજીએ એક શખ્સને 88 કરોડની કિંમતના આશરે 18 કિલો હેરોઇન સાથે પકડી પાડ્યો છે. મહારાષ્ટ્રનો આ શખ્સ સલાયા ખાતે રહેતા બે ભાઈઓ પાસેથી ડ્રગ્સ ખરીદી પરત ફરી રહ્યો હતો ત્યારે પોલીસે દબોચી લીધો છે. બીજી તરફ સલાયાના બંધુઓનું નામ ખુલતા પોલીસે બંને શખ્સોને ઘરે દરોડા પાડ્યા હતા જેમાં વિશાળ માત્રામાં દ્રગ્સ મળી આવ્યો છે. જોકે સલાયાના બંને શખ્સો હાજર નહિ મળતા ફરાર દર્શાવાયા છે. આ જથ્થો વિદેશથી લઈ આવવાવામાં આવ્યો હોવાનું અને આંતર રાજ્ય સપલાય કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી પોલીસને હકીકત મળી હતી કે, શેહઝાદ ધોસી રહે.
થાણે મુંબઇ વાળો ગઇ તા.૦૭/૧૧/૨૦૧૧ ના રોજ જામ ખંભાળીયા આવેલ હતો અને આરતી ગેસ્ટહાઉસમાં રોકાયેલ હતો અને તે માણસ નશીલા પદાર્થ ડ્રગ્સની હેરફેર કરવા માટે આવેલ હતો અને તા.૦૯/૧૧/૨૦૧૧ ના રોજ આરતી હોટલથી ચેકઆઉટ કરી નશીલા પદાર્થ ડ્રગ્સ સાથે પરત થાણે મુંબઇ જવાનો છે. આ બાતમીના આધારે એસઓજીએ જુદી જુદી ટીમો બનાવી આરાધના ધામના પ્રથમ ગેટની સામેના રોડની બાજુએ વોચ ગોઠવી હતી. જેમાં એક ચોક્કસ કારને રોકી પોલીસે તલાસી લીધી હતી. સજ્જાદ સ.ઓફ. સિકંદર બાબુ ઘોસી, ઉ.વ. ૪૪, ધંધો. શાકભાજીનો વેપારી, રહે. નિલમ ચાલ, રાજા મસ્જિદ પાસે, દેવરીપાડ, કૌશા, મુંબરા, થાણે, રાજ્ય મહારાષ્ટ્ર વાળા શખ્સના કબ્જાની બેગમાંથી ૧૭.૬૫૧ કિ.ગ્રા. હેરોઇન તથા મેથાએમફેટામાઇન કુલ કિંમત રૂ.૮૮,૨૫,૫૦,૦૦૦ની કિંમતનીનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે સલાયાના બંને શખ્સોને સલીમ યાકુબ કારા તથા તેના ભાઈ અલીભાઇ યાકુબભાઇ કારાને ફરાર દર્શાવી ત્રણેય શખ્સો સામે વાડીનાર મરીન પોલીસમાં એનડીપીએસ કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સલાયાના બંધુઓ પાસેથી મળ્યા 47 પેકેટ
મહારાષ્ટ્રનો શખ્સ સજ્જાદ સિકંદર બાબુ ઘોસીની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી, જેમાં આ જથ્થો-ડ્રગ્સ સલાયાના સલીમ યાકુબ કારા તથા તેના ભાઈ અલીભાઇ યાકુબભાઇ કારા પાસેથી લાવેલ હોવાની વિગત સામે આવી હતી. જેથી આરોપી સલીમ યાકુબ કારા તથા અલી યાકુબ કારા બંને રહે સલાયાના ઘરે પોલોસે તાત્કાલિક દરોડો પાડી તાપસ કરી હતી. જેમાં આરોપી સલીમ યાકુબ કારાના ઘરેથી આરોપી પાસેથી મળી આવ્યા છે એવા જ લાગતા ૪૭ પેકેટ માદક પદાર્થ મળી આવ્યો છે. જેથી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.