જામનગર અપડેટ્સ: દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના દખણાદા બારા ગામના નવ યુવાન ઈજનેરે વિદેશમાં અભ્યાસ કરી પૃથ્વીની સૌથી મુલ્ય વાન ધાતુ બેંગ્લોરની એક કંપનીને વેચી છે. આ સોદા પેટે ઈજનેરને ૪૫ હજાર કરોડ રૂપિયા પ્રાપ્ત થયા. જો કે અબજો રૂપિયા ખાતામાં જમા થતા આરબીઆઈએ ખાતું બ્લોક કરી નાખ્યું આવી આભા ઉભી કરી ખાતું ફરી ચાલુ કરવા ટેક્સ પેટે 2400 કરોડ રૂપિયા આરબીઆઈમાં જમા કરાવવાના હોવાની આભા રચી બારા ગામના યુવાને રાજકોટના યુવાન સાથે મળી ખંભાલીયા પંથકના લાલચુ પૈસાદારો સાથે મીટીંગો ગોઠવી હોવાની વિગતો સામે આવી છે. એવી તે કઈ ધાતુ આ યુવાન ઈજનેરે કંપનીને વેચ્યાનું વેચવાનું તરકટ રચ્યું કે જેનો ભાવ સોના કરતા અનેક ગણો મોંઘો છે. આવો જાણીએ
ખંભાલીયા તાલુકાના દખણાદા બારા ગામના ૨૧ વર્ષીય યુવાન રૂતુરાજસિંહ ઉર્ફે રૂતુ અજીતસિંહ પંચાણજી સોઢાએ ખંભાલીયા એસઓજી પોલીસને આપેલ કેફિયત મુજબ પોતે ઉચ્ચ અભ્યાસ અર્થે સિંગાપુરમાં ગયો હતો જ્યાં તેમણે ડીપ્લોમાં ઇન બીઈનો અભ્યાસ કર્યો છે. પોતાની પાસે વિપુલ પ્રમાણમાં ઈરીડીયમ ધાતુનો જથ્થો હોવાનું અને આ જથ્થો બેંગ્લોરની કોસમોસ મેડસ નામની કંપનીને વેચાણ કર્યો છે. આ વ્યાપાર માંથી તેમણે કંપની તરફથી ૪૮૦૦૦ હજાર કરોડ રૂપિયા મળ્યા છે જે રૂપિયા પોતાના બેંક એકાઉન્ટમાં જમા થયા છે. જે કે આટલી માતબર રકમ ખાતામાં જમા થતા જ આરબીઆઈની નજર આ એકાઉન્ટ પર પડી હતી અને ખાતું બ્લોક કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ આરબી આઈ સાથે દસ્તાવેજી પ્રક્રિયા કરવામાં આવી હતી. આ ખાતું પુનઃ ચાલુ રાખવા માટે હવે 2400 કરોડનો ટેક્સ ભરવો પડે તેમ છે. એમ કહી રાજકોટના યુવાન સાથે મળી તેમણે વતન ખંભાલીયા તરફ નજર દોડાવી અહીં અનેક લોકો સાથે ચર્ચાઓ કરી માલેતુજાર આસામીઓને આકર્ષવા પ્રયાસ કર્યા હતા. ઊંચી મૂડી પર ઊંચા વ્યાજની લાલચ આપી બંને સખ્સોએ માલેતુજાર આસામીઓ સાથે મીટીંગ પણ કરી હોવાનું સામે આવ્યું હતું. મીટીંગ દરમિયાન આરબીઆઈ અને બેંક ખાતા સંબંધિત બોગસ ડોક્યુમેન્ટ પણ સાથે રાખ્યા હતા. એક સમયે તો બંને સખ્સોએ આરબીઆઈના ઉચ્ચ અધિકારીઓ સાથે ફોન પર પણ કથિત વાતચીત કરાવી રોકાણ કરવાનો જાસો રચ્યો હતો.
શું છે ઈરીડીયમ ? ક્યાં બને છે ? કેટલો ભાવ ?
ઇરિડિયમ એક રાસાયણિક અલભ્ય ધાતુ તત્વ છે; પ્લેટિનમ જૂથની આ ઘાટું ખૂબ જ સખત, બરડ, ચાંદી-સફેદ જેવી હોય છે. તે 22.56 g/cm3 (0.815 lb) ની ઘનતા સાથે (ઓસ્મિયમ પછી) કુદરતી રીતે બનતી બીજી સૌથી ગીચ ધાતુ માનવામાં આવે છે. ઈરીડીયમ 2,000 °C (3,630 °F) જેટલા ઊંચા તાપમાને પણ સૌથી વધુ કાટ-પ્રતિરોધક ધાતુઓમાંની એક છે.
જેનું ગલનબિંદુ 2,446 °C છે. તે 22.56 g/cm³ ની ઘનતા સાથે કુદરતી રીતે બનતી બીજી સૌથી ગીચ ધાતુ છે. ઇરિડિયમ એ સૌથી વધુ કાટ-પ્રતિરોધક ધાતુ જાણીતી છે. તેની શોધ અંગ્રેજ રસાયણશાસ્ત્રી સ્મિથસન ટેનાન્ટે 1803માં લંડનમાં કરી હતી. તેણે તેનું નામ મેઘધનુષ્યની ગ્રીક દેવી આઇરિસના નામ પરથી રાખ્યું હતું, ઇરિડિયમનો ઉપયોગ ઉત્પ્રેરક, ઇલેક્ટ્રોનિક્સ અને રક્ષણાત્મક કોટિંગ્સમાં થાય છે. તેનો ઉપયોગ પેરિસના સ્ટાન્ડર્ડ મીટર બારમાં પણ થતો હતો, જે 90% પ્લેટિનમ અને 10% ઇરિડીયમનો એલોય હતો. ઇરિડીયમનો મુખ્ય ઉપયોગ ધાતુ પોતે અને તેના એલોય છે, જેમ કે ઉચ્ચ-પ્રદર્શનવાળા સ્પાર્ક પ્લગમાં, ઉચ્ચ તાપમાને સેમિકન્ડક્ટરના પુનઃસ્થાપન માટે ક્રુસિબલ્સ અને ક્લોરાલ્કલી પ્રક્રિયામાં થાય છે. સોનાની સરખામણીમાં ટોચની 10 સૌથી મોંઘી ધાતુઓમાં કેલિફોર્નિયમ, રોડિયમ, પેલેડિયમ, પ્લેટિનમ, ઇરિડિયમ, ઓસ્મિયમ, રૂથેનિયમ, રેનિયમ, સિલ્વર અને ઇન્ડિયમનો સમાવેશ થાય છે. ઇરિડિયમ અને થુરાયા સેટેલાઇટ ફોન ભારતમાં ગેરકાયદેસર છે.સામાન તરીકે સેટેલાઇટ ટેલિફોન આયાત કરતા મુસાફરોએ ઇમિગ્રેશન અને કસ્ટમ ચેકપોઇન્ટ પર આગમન પર કસ્ટમ્સને તે જાહેર કરવાની જરૂર રહે છે. આ ધાતુનો પ્રતિ ગ્રામનો ભાવ એક લાખ રૂપિયા આસપાસ છે.