ખંભાળિયા: ભસ્મીભૂત થયેલ ટ્રકમાં આગ કેમ લાગી ? આરોપી સામે FIR

0
591

દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા ની ભાગોળે ગઈકાલે અન્ય ટ્રકે ટક્કર મારતા સળગી ઉઠેલ ટ્રકમાં 11 લાખની નુકશાની પહોંચી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે પૂરઝડપે દોડી આવેલા ટ્રકે ટક્કર મારતા સિમેન્ટ ભરેલી ટ્રક રોડ સાઈડના ફુલ સાથે ટકરાયો હતો અને વીજપોલનો તાર ટ્રક માથે પડતા, થયેલ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું ફરિયાદમાં જાહેર કર્યું છે.

ખંભાળિયામાં ગઈકાલે દલવાડી હોટલ ની સામે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે છ વાગ્યાના સુમારે ટ્રક સળગી ઊઠયા હતા. સિમેન્ટ ભરેલી ટ્રક સળગી જતા તેમાં ૧૦ લાખની નુકશાની અને સવા લાખની સિમેન્ટની બોરીઓની નુકશાની પહોંચી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આરોપી ટ્રેલર ચાલકે પોતાનું ટ્રેલર બેફિકરાઈ અને ગફલત ભરી રીતે ચલાવી ઓવરબ્રિજ નીચેથી બંન્ને સાઇડમાં જોયા વગર ટ્રક રોડ પર ચડાવી દેતા,  સળગી ગયેલી ટ્રકના ચાલકે ટ્રકને બચાવવા સાઇડ ઉતારી હતી જેમાં ટ્રક રોડની સાઈડમાં આવેલ પીજીવીસીએલ ને ચાલુ લાઇનના પોલ સાથે ટકરાયો હતો.

જેમાં પોળમાંથી  છુટો પડેલ જીવંત વીજ તાર ટ્રકમાંથે પડતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી અને ટ્રક સંપૂર્ણ રીતે સળગી ગયો હતો ટ્રકમાં 10 લાખ અને 1,20,000 ની સિમેન્ટની બોરીઓ નુક્સાન પામ્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા ટેલર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here