ખંભાળિયા: ચાર માસની બાળકીને રસીના ત્રણ ઇન્જેક્શન અપાયા પછી…?

0
1465

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા મથકે સંજયનગર વિસ્તારમાં એક ચાર માસની બાળકીને રસીના ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ તેણીની તબિયત વધુ બગડી હતી, દરમિયાન જામનગર ખસેડવામાં આવેલ બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

ગર્ભાવસ્થાથી જન્મ બાદ બાળકોને આપવામાં આવતી જુદી જુદી રસી ઘાતક છે ? આ બાબત હંમેશા વિવાદનું કેન્દ્ર રહી છે. ત્યારે ખંભાળિયા ખાતે રસી બાદ દુઃખદ ઘટના ઘટી છે. અહીં સંજયનગર વિસ્તારમાં રહેતા ભારતીબેન પેથાભાઇ વઘોરા ઉ.વ.૩૦ ગઈ કાલે સવારે દસેક વાગ્યે સંજયનગરમાં આવેલ આંગણવાડી ખાતે પોતાની ચાર વર્ષીય બાળકી વર્ષાને લઈને રસીના ઇન્જેક્શન અપાવવા ગયા હતા. જ્યાં બાળકીને આરોગ્યની ટિમ દ્વારા જુદી જુદી રસીમાં ત્રણ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. ઇન્જેક્શન અપાયા બાદ બાળકીની તબિયત બગડી હતી. જેઠીબતેણીની માતા તેણીને લઈને સરકારી દવાખાને સારવાર અપાવવા લઇ ગયા હતા.
જ્યાંથી તેણીને જામનગર રીફર કરવામાં આવી હતી. જ્યાં સારવાર મળે તે પૂર્વે જ તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે બાળકીની માતાએ પોલીસમાં ઉપરોક્ત વિગતો જાહેર કરી હતી. આ બનાવને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

NO COMMENTS