સલાયા: બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત બંને ચાલકોના કમકમાટી ભર્યા મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક સલાયા રોડ પર આવેલ સોડસલા ગામે આજે રાત્રે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં બંને બાઈકના ચાલકોના કમકમાથી ભર્યા મૃત્યુ નીપજ્યા છે. આ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતકોનો કબજો સંભાળી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બંને ચાલકોના મૃત્યુ થતાં હતભાગીયોના પરિવારમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે.
ખંભાળિયા નજીકનો સલાયા માર્ગ ફરી વખત રક્ત રંજિત થયો છે. ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ રોડની બંને તરફથી આવતી મોટરસાયકલ ધડાકા સામસામે અથડાઇ હતી. અકસ્માત એટલો વિકરાળ હતો કે બંને બાઈકના છૂંદાઈ ગયા હતા. આ બનાવમાં બંને બાઈકના ચાલકોને ગંભીર ઇજા પહોંચતાં બંનેના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવની જાણ થતા સલાયા પોલીસ દફતરનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતો અને બંને મૃતકોને ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
મૃત્યુ પામેલ એક બાઈક ચાલક જયદીપસિંહ ભોજુભા સોઢા 30 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અન્ય ચાલક સલાયા ગામે રહેતો સુલતાન અકબરઅલી જશરાયા 17 વર્ષ હોવાની વિગતો જાણવા મળી છે. આ બનાવના પગલે બંને પરિવારજનોમાં શોકનું મોજું સાથે ગામગીની પ્રસરી ગઈ હતી.