ખંભાળીયા: સગર્ભા મહિલાએ ઓફિસર પાસે આવી કહ્યું, મારો પતી દારૂ પી મારે છે

0
491

દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે કાર્યરત “ સખી “ વન સ્ટોપ સેન્ટર પર ખંભાળીયા મહિલા પોલિસ સ્ટેશન દ્વારા તા.૨૪/૦૬/૨૦૨૨ના રોજ અરજદાર રૂપાબેનને ( નામ બદલાવેલ છે) આશ્રય માટે લાવવામાં આવેલા. અરજદારબહેન દ્વારા જાણવા મળેલ કે બહેનના લગ્નના પાંચ વર્ષ થયા હોય અને સંતાનમાં ૪ વર્ષની પુત્રી છે તેમજ હાલ બહેન ગર્ભવત્તી હોય અને પતિને દારૂનું વ્યસન હોવાથી નાની-નાની વાતો પર ઝઘડા કરી, દારૂ પીને મારપીટ કરતા હતા. તેમજ ઘરખર્ચ માટે કંઇ રૂપીયા આપતા નહોતા. તા. ૨૩/૦૬/૨૦૨૨ના રોજ પતિએ દારૂ પીને બહેન સાથે ઝઘડો કરી મારપીટ કરી હોવાની ખંભાળીયા મહિલા પોલિસ સ્ટેશનમાં પતિ વિરુધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. મહિલા પોલિસ સ્ટેશન દ્વારા આશ્રય માટે બહેન પોતાની ૪ વર્ષની પુત્રી સાથે સેન્ટર પર આવી હતી.

સેન્ટરની કાર્યવાહી દરમિયાન અરજદાર બહેનને સેન્ટર પર એક દિવસનો આશ્રય આપવામાં આવેલ તેમજ કાઉન્સેલીંગ દરમિયાન જાણવા મળેલ કે બહેન આશરે છેલ્લા ચાર વર્ષથી એચ.આઇ.વી પોઝિટીવ હોય અને થોડા મહિના સમયસર દવા લિધેલ પરંતુ પતિ અંધશ્રધ્ધામાં માનતા હોય જેથી બહેનને દવા લેવાની ના પાડેલ માટે આશરે ત્રણ વર્ષથી સમયસર દવા લિધેલ ના હોય જેના લીધે તબિયત સારી રહેતી નહોતી.

છેલ્લા બે મહિનાથી જામનગર જી.જી. હોસ્પીટલ ખાતેથી દવા શરૂ હોય બહેનને દ્વારકા જિલ્લાના મહિલા અને બાળ અધિકારી. ડો. સી.ડી.ભાંભી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પી.પી. જાદવના માર્ગદર્શન હેઠળ સમયસર દવા લેવા માટે સમજાવવામાં આવેલ અને જામનગરમાં કાર્યરત વિહાન પ્રોજેકટના સ્ટાફ સાથે સંકલન કરી બહેનને મળતી તબીબી સહાય બાબતે વાતચીત કરી બહેનને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અરજદારબેનનો કેસ મહિલા પોલિસ સ્ટેશનના પી.આઇશ્રી મકવા દ્વારા રેફર કરવામાં આવેલ જેમા અરજદારબહેનને જરૂરી તમામ મદદ પુરી પાડી ” સખી “ વન સ્ટોપ સેન્ટર અને મહિલા પોલિસ સ્ટેશનના પી.આઇના પ્રયત્નથી અરજદર બેનનુ કુંટુંબમાં પુન: સ્થાપન કરવમાં આવેલુ હતું.

NO COMMENTS