સોના, ચાંદી, ઇલેક્ટ્રિક આઈટમ, કાપડ, સિગારેટ સહિતની વિદેશી આઇટમોની દાણ ચોરી અને દેશદ્રોહી પ્રવૃત્તિ માટે પંકાઈ ગયેલ દ્વારકા જિલ્લો ફરી ચર્ચાની એરણે ચડ્યું છે. આ વખતે દ્રગ્સની હેરાફેરી સામે આવી છે. દેવભૂમિ દ્વારકા એસપી સુનિલ જોશીએ માહિતી આપી છે. વાડીનાર નજીકથી એક આરોપીને 14 થી 15 કિલો દ્રગ્સ સાથે આંતરી લેવાયો છે. જેની બજાર કિંમત 70 કરોડ હોવાનું એસપીએ ઉમેર્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભૂતકાળમાં દાણચોરી અને કેફી દ્રવ્યો તેમજ હથિયારોની ઘૂસણખોરીનું કેન્દ્ર રહ્યયો છે. ફરી વખત સ્થાનિક પોલીસની જુદી જુદી શાખાઓ સક્રિય થઈ સુવ્યસ્થિત ચાલતા દ્રગ્સ કૌભાંડને પકડી પાડ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા એલસીબી અને એસઓજી દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ સુત્રોમાંથી સાંપડ્યા છે. ખંભાળિયા નજીકથી એક રાજસ્થાની શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા એસપી સુનિલ જોશીએ માહિતી આપી છે. વાડીનાર નજીકથી એક આરોપીને 14 થી 15 કિલો દ્રગ્સ સાથે આંતરી લેવાયો છે. જેની બજાર કિંમત 70 કરોડ હોવાનું એસપીએ ઉમેર્યું છે.