ખંભાલીયા: ૧૮ વર્ષના ઉંબરે આવેલ સગીરાને ભગાડી જતો જામનગરનો સખ્સ

0
1852

જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના ભરાણા ગામે રહેતા શ્રમિક પરિવારની પુખ્તતાના આરે આવેલ પુત્રીને જામનગરના દરેડ ગામનો સખ્સ ભગાડી ગયો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. લગ્નની લાલચે સગીરાને ભગાડી ગયેલ સખ્સ સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના ભરાણા ગામે રહેતા એક પરિવારની ૧૭ વર્ષ ૧૧ માસ અને ચાર દિવસ વાળી સગીરાનું ગત તા.7મી ના રોજ જામનગર નજીકના દરેડ ગામે રહેતો નવઘણ ભુરા સારોલીયા નામનો સખ્સ કોઇ પણ રીતે લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે તેણીના વાલીઓના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ ગયો હતો. આ બાબતે સગીરાની માતાએ વાડીનાર પોલીસમાં અરજી આપ્યા બાદ ફરિયાદ દાખલ કરાવી છે. જેના આધારે સ્થાનિક પીએસઆઈ યુ બી અખેડએ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here