ખંભાળિયામાં બે યુવાનોએ ભડાકા કરી કર્યા..

0
1137

ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં ગણતરી હોલ પાછળ રહેતા એક યુવાને તેના મિત્ર સાથે દિવાળીના તહેવારના ઉનવાદમાં પોતાના પિતાની લાઇસન્સ વાળી બંદૂક માંથી બે રાઉન્ડ ભડાકા કરી આ ભડાકા વાળો વિડિયો ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો હતો. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી હતી અને બંને યુવાનોને પકડી પાડી હથિયાર ધારા મુજબ ફરિયાદ નોંધી અટકાયત કરી છે.

સોશિયલ મીડિયામાં કહી દો અને વ્યવસ્થા પર તરાપ મારતા વિડીયો કે ફોટા છાશવારે વાયરલ થતા રહે છે જેને લઈને પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે છે. અમુક કિસ્સાઓમાં યુવતીઓ ના ફોટા નો ઉપયોગ કરીને પણ કાયદાનો ભંગ કરવામાં આવતો હોય છે ત્યારે ખંભાળિયાથી એક કિસ્સો સામે આવ્યો છે.

શહેરના રામનાથ સોસાયટી વિસ્તારમાં ગણતરી હોલ પાછળ રહેતા રવિ ગોવિંદભાઈ સુયા નામના યુવાને પોતાના મિત્ર હિતેશ કરણાભાઈ ચાવડા ને દિવાળીના ફટાકડા ફોડવા પોતાના ઘરે બોલાવ્યો હતો. તહેવારો ની ઉજવણીના ઉનવાદમાં રાત્રા 10:30 વાગ્યે રવિએ પોતાના પિતાની જાણ બહાર તેની પરવાના વાળી બંદૂક ઉઠાવી લીધી હતી અને રવિ તથા તેના મિત્ર હિતેશે આ જ બંદૂક વડે હવામાં બે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.

ફાયરિંગ કરતા સમયે બંને યુવાનોએ એકબીજાના વિડીયો પણ બનાવી લીધા હતા. ત્યારબાદ આ બંને રાઉન્ડ ફાયરિંગ કરતા હોય તેવા વિડિયો instagram સોશિયલ સાઈટ પર મૂકી દીધા હતા. બંને વિડિયો વાયરલ થતા જ એસ.ઓ.જી પોલીસ હરકતમાં આવી હતી અને બંને શખ્સો કોણ છે તેની તપાસમાં લાગી હતી દરમિયાન બંને યુવાનોની ઓળખ થઈ જતા એસોજી ની ટીમે બંને યુવાનોને પકડી પાડી આમ સેટ મુજબ ફરિયાદ દાખલ કરી અટકાયત કરી હતી.

એસઓજી પોલીસે બંને શખ્સોના કબ્જામાંથી એક મોબાઈલ કબ્જે કર્યો છે. જેમાંથી બંને શખ્સો ફાયરિંગ કરતા હોય તેવો વિડીયો મળી આવ્યો છે. કોઈપણ પ્રકારના હથિયાર ચલાવવાની તાલીમ વગર ભયજનક રીતે તેમજ બેદરકારી પૂર્વક માનવ જીવન પર જોખમ સર્જવા અંગે પોલીસે બંને શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here