દેશમાં ખાનગી ક્ષેત્રની નફો કરતી અને ગ્રાહકોની
સુવિધા આપવામાં અગ્રેસર પૂરવાર થયેલી
એચડીએફસી બેંકની ખંભાળીયા બ્રાંચનું ઉદઘાટન ગુજરાત પ્રવાસન અને પર્યટન મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું,
ખંભાળિયા ખાતે વધુ એક નવી બ્રાન્ચ ખુલ્લી મુકવામાં આવતા સ્થાનિક નગરિકોથી માંડી નાના-મોટા ધંધાર્થિઓના આર્થિક વ્યવહારો વધુ સુઘડ બનશે. આ તકે બેંકના સ્ટેટ લેવલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં, કેબીનેટ મંત્રીએ બેંકની સેવા સંબંધેની વિગતો મેળવી બેંકની કાર્ય પ્રણાલીના વખાણ કર્યા હતા. ઉદઘાટન વેળાએ મુળુભાઇ બેરાની સાથે સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતાં,
આ તકે એચડીએફસી બેંકના કલ્સ્ટર હેડ નિરજભાઇ દતાણી, ઝોનલ હેડ મનોજ મિસ્ત્રીએ કેબીનેટ મંત્રીનું અભિવાદન કર્યુ હતું, આ તકે જાણીતા સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ વિપુલભાઇ કોટક, જામનગર શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ નિલેશભાઇ ઉદાણી, ભરતભાઇ મોટાણી, શૈલેષભાઇ કણજારીયા, જગુભાઇ રાયચુરા, રવિરાજસિંહ, સચીનભાઇ દતાણી, રણજીતભાઇ મારફતીયા સહિતના સંખ્યાબંધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.