ખંભાળિયા: ઉછીના રૂપિયા લઈ શેર બજારમાં રોકાણ કર્યું, પછી દેવું વધી જતા યુવાને…

0
1302

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામના એક યુવાને શેર બજારમાં ઉછીતા રૂપિયા લઈ રોકાણ કર્યા બાદ દેવું વધી જતાં યુવાન પાસે કોઈ રસ્તો ન રહ્યો, આખરે પોતાની જ વાડીએ ઝાડ સાથે દોરી બાંધી ગાલા ફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. શેર બજારના રવાડે ચડેલ આજની પેઢી માટે આ બનાવ લાલબત્તી સમાન છે. યોગ્ય જાણકારી કે અભ્યાસ વગર શેર બજાર હંમેશા ખોટ કરાવતું આવ્યું છે.

દર મહિને શેર બજારમાં એક-બે દિવસ તો એવા હોય જ છે જ્યાં બજાર ખૂબ જ નીચું જાય છે એવા સમયે યોગ્ય નિર્ણય નહીં લેનાર આસામીઓ પેટ ભરીને પસ્તાતા આવ્યા છે આવા સમયે આર્થિક સંકળામણમાં સપડાયેલા અનેક આસામીઓ જીવતરનો અંત આણ્યો છે. આવો જ એક દુઃખદ બનાવ ખંભાળિયાના માંઢા ગામે બન્યો છે. જ્યા યાકુબભાઇ મહેમુદભાઇ ગંઢાર નામના ૩૬ વર્ષીય વાઘેર યુવાને ગત તા.૧૯/૦૪/૨૩ના રોજ બપોરે બે વાગ્યે પોતાની વાડીએ વડના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો હતો. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

વાડીનાર પોલીસે સ્થળ પર પહોંચી મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકના પત્ની સકીનાબેન ગંઢારનું નિવેદન નોંધયુ હતું. જેમાં પોતાના પતિ યાકુબભાઈએ ઉછીના રૂપિયા લઇને શેરબજારમાં રોકાણ કર્યું હતું. જે શેર બજાર નીચે જતા યાકુબભાઈ ઉપર દેવુ વધી ગયું હતું. આ દેવુ ભરી શકે તેમ ન હોવાથી જીવતર ટુકાવ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

NO COMMENTS