જામનગર: ખંભાલીયામાં બે દિવસ પૂર્વે રાત્રે પોરબંદર રોડ પર આવેલ યમુના પેટ્રોલ પંપ બાજુમાં લાગેલ આગ પૂર્વેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક સખ્સ ઓફીસ બહાર નીકળી સાફ સુફીમાં બહાર ફેકાયેલ જવલન સીલ ઇંધણ પર દીવાસળી ચાંપતો નજરે પડી રહ્યો છે. પોલીસે આ પ્રકરણમાં ચાર સખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. આગની આ ઘટનામાં વાહનો સહીતને સાડા ચાર લાખની નુકસાની પહોચી છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા ખાતે પોરબંદર રોડ પર ધીરેનભાઇ તુલસીદાસ બારાઇની માલિકીનો યમુના પેટ્રોલપપ આવેલ છે. પંપના સચાલક તરીકે રહેલ ધીરેનભાઈ જાણતા હોવા છતાં પોતાના પમ્પની જવલનસીલ ઇંધણ ભરેલ ટાંકીઓની તા.1લી સપ્તેમ્બરના રોજ રાત્રે સફાઈ હાથ ધરી હતી.જેમાં ટાકીમાંથી સફાઈ કરેલ જવલનસીલ પદાર્થ રસ્તા પર ફેકવામાં આવ્યો હતો. આ કામગીરી આરોપી ૨) અનુપરાય તથા આરોપી ૩) પપુરાય નાઓ પાસે આ યમુના પેટ્રોલપપ ની પેટ્રોલ ની ટાકીઓની સફાઇ કરાવતા હોય તે દરમ્યાન તેઓએ તેમાથી કાઢેલ પાણી મીશ્રીત પેટ્રોલ જવલનશીલ હોય જેથી તેને જાહેર રોડ પર નીકાલ ન કરી શકાય
પરંતુ આ જવલનશીલ ઊંધણ જાહેર રોડ પર છોડવાથી તેમા આગ લાગે તેમ હોય અને આગ લાગે તો જાનહાની પણ થાય તેવુ જાણતા હોવા છતા તેઓએ આ પાણી મીશ્રીત પેટ્રોલ ને જાહેર રોડ પર છોડતા આ પ્રવાહી આગળ રોડ પર જતા આ પ્રવાહીમા આરોપી ન ૪) જીગર પ્રકાશભાઇ રાઠોડએ દીવાસળી સળગાવી પ્રવહીમા ફેકી આગ લગાડતા રોડ ની સાઇડમા પાર્ક કરેલ સ્વીફ્ટ કાર રજી ન જીજે ૧૦ ડી એ ૬૦૫૯ તથા મોસા રજી ન જીજે ૩૭ એફ ૦૨૮૩ તથા બીજી એક મોટર સાઇકલ મા પણ આગ લાગતા આ ત્રણેય વાહનો સળગી જતા આશરે કી રૂ. ૪,૪૫,૦૦૦/- ની નુકસાની પહોચી હતી. પોલીસે ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.