કોન બનેગા…: ગુજરાત પરના સવાલનો જવાબ ન આપી શક્યો પણ જામનગરના આ યુવાને તમામના દિલ જીતી લીધા, કેમ ? વાંચો દાસ્તાન

0
1383

જામનગર અપડેટ્સ : કોન બનેગા કરોડપતીના સેટ પર પહોચેલ જામનગરના યુવાને ભલે મામુલી રકમ જીતી હોય પણ તેની લોકડાઉનની ક્રિએટીવીટીની દાસ્તાન સાંભળી મીલેનીયમ સ્ટાર અમિતાભ બચ્ચન સહિતના શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. યુવાનની ક્રિએટીવીટી દેશના સીમાડાઓ વટાવી વિશ્વ સ્તરે પહોચી છે.  કેવી છે દાસ્તાન જામનગરના આ યુવાનની આવો એક નજર કરીએ.

એક ખાનગી ચેનલના સુપ્રસિદ્ધ સો  કૌન બનેલા કરોડપતિમાં દર વર્ષે જામનગરના કોઈને કોઈ સ્પર્ધક આવી પોતાની અલગ ઈમેજ છોડી જાય છે, આ વખતે મૂળ જામનગરના હાલ અમદાવાદ રહેતા મૌલિક વ્યાસએ આ સોમાં પસંદગી પામી અમિતાભ બચ્ચન સાથે ખુલ્લા મને ગોષ્ઠિ કરી હતી. જામનગરના આ યુવાને યાત્રા ધામોને ક્રમ મુજબ ગોઠવી અન્ય સ્પર્ધકોને પછાડી હોટ સીટ ઉપર બેસવામાં સફળ રહ્યા હતા. જો કે વ્યાસ માત્ર  રૂપિયા ૧.૬૦ લાખ જીત્યા હતાં અને ૩.૨૦ લાખના પ્રશ્ર્નનો જવાબ સાચો ન પડતા ગેમ પુરી થઇ હતી. રૂા.3.20 લાખ માટે પ્રશ્ર્ન હતો કે જેમાં પિક્ચર અને વીડિયો દર્શાવી પુછાયું હતું કે, પિક્ચરમાં દેખાતું પક્ષી ક્યું છે અને તેના ઉપરથી ગુજરાતના કયા શહેરનું નામ પણ છે ? આ પ્રશ્ર્નના જવાબ માટે ચાર વિકલ્પ અપાયા હતાં. જેમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત સાથે જામનગર શહેરનું નામ હતું. આ પ્રશ્ર્નનો જવાબ ફોન અ ફ્રેન્ડમાં જીપીએસસી પાસ કરેલ મિત્રો પણ ન આપી શકતા વ્યાસનો પ્રવાસ પૂર્ણ થયો હતો. આ સવાલનો સાચો જવાબ હતો અમદાવાદ. પક્ષીનું નામ હતું ‘રેડ મુનિયા’ જેને હિન્દીમાં એમદા કહેવાય છે. ઇનામની કરતા પણ અમિતાભ બચ્ચન સાથેની ક્ષણો અગત્યની હતી એમ વ્યાસે જણાવ્યું છે.

લોકડાઉનમાં પેઢીની કોસ્ટ કટીંગમાં નોકરી ગુમાવનારા મૌલિકે હિમ્મત હાર્યા વગર મહામંથન શરુ કર્યું, પોતાના સાતીર મગજને ભવિષ્ય તરફ લઇ જઈ આગામી વર્ષોમાં ટેકનોલોજીને સાંકળી લેતું વિશ્વ કેવું હશે  ? કેવી ભૌતિક સુખ સંપતિ અને નવું ઇનોવેશન હશે ? પાંચ-દસ વર્ષ પછી વિજ્ઞાન કેવી પ્રગિત કરશે ? ઘરમાં થતી પ્રવૃત્તિ રીમોટના ઇસારે થઈ જશે. કેવા કેવા કાર્યો અને કઈ રીતે થશે એ વિષય પર રોજ વિચાર અને મંથન કરી જુદી જુદી નોટ્સ તૈયાર કરી, આ નોટ્સમાં નવા ઇનોવેશનના મનુષ્ય જીવન પર હકારાત્મક અને નકારાત્મક અસરને લઈને પણ આઈડિયાનો ગ્રાફ તૈયાર કર્યો, દિવસો વિતતા ગયા અને નોટ્સ બનતી ગઈ, એક દિવસ એવો આવ્યો કે એટલી નોટસ બની ગઈ કે આ જ નોટસને નોવેલમાં પરાવર્તિત કરી મૌલિકે બુક લખવાનો વિચાર કર્યો,

માત્ર લોકડાઉનને ભૂતકાળમાં લઇ જવાના પ્રયાસમાં મૌલિકે અદ્ભુત સર્જન કર્યું અને પોતાની આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સીને દુનિયા સમક્ષ મૂકી એ પણ નોવેલના રૂપે તૈયાર થઇ ‘ઇન્ટરનેટ ઓફ થીંકસ’ નામની બુક,આ બુક પ્રિન્ટ થઇ ગઇ અને હાલ વૈશ્વિક વેબ સાઈટ એમેઝોન પર ઓનલાઈન સેલિંગ થઇ રહી છે.

મૌલિક વ્યાસે આ બુક અને તેના પાછળની કથા (સ્ટોરી બિહાઇન્ડ ધી સ્ટોરી) કે.બી.સી.ના સેટ ઉપર સ્પર્ધક તરીકે હોટ સીટ ઉપર બેઠા ત્યારે ચર્ચા દરમ્યાન કહી ત્યારે  હોસ્ટ અમિતાભ બચ્ચન ઉભા થઇ મૌલિકને બિરદાવવા પોતાની જાતને રોકી ન શકયા. અમિતાભે પણ આ યુવાનની યસ ગાથાને પોતાના સોશ્યલ મીડિયાના પ્લેટ ફોર્મમાં જગ્યા આપવાની વાત કરતા તમામ શ્રોતાઓએ તાળીઓથી વધાવી લીધી હતી. જામનગરનો યુવાન ભલે મામુલી રકમ સાથે સેટ છોડી જતો હતો પરંતુ અમીતાભ સહિત શ્રોતાઓએ તેના આઈડિયાને વધાવ્યો એ કઈ ઓછી  સિદ્ધિ ન ગણાય.

NO COMMENTS