જામનગર અપડેટ્સ : રાજ્યમાં હાલ વિધાનસભા પેટા ચૂંટણીની મોસમ ચાલી રહી છે. ભાજપ-કોંગ્રેસ એક બીજા પર આક્ષેપ બાજી કરી પ્રચારને વેગવંતો બનાવ્યો છે. બંને પક્ષના સ્ટાર પ્રચારકોની ટીમ મેદાનમાં ઉતરી ગ્રાઉન્ડ ઝીરો પર પ્રચાર કરી રહી છે. ત્યારે આજે કરજણ બેઠક પર પ્રચાર કરવા ગયેલ રાજ્યના ડે, સીએમ નીતિન પટેલ કુરાલી ગામમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કોઈ અજાણ્યા સખ્સે ચપ્પલ ફેકતા હાહો થઇ ગઈ હતી. જો કે કોણે અને કેવા સંજોગોમાં ચપ્પલ ફેક્યું છે તેનો તાગ મળ્યો નથી.
પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટણી પ્રચારમાં ગયેલ નાયબ મુખ્ય મંત્રી પર કોઈએ ચપપલ ફેક્યાની ઘટનાને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. લોકશાહીમાં વિરોધને વણી લેવામાં આવ્યો છે પરંતુ આવી રીતના વિરોધને કયારેય જગ્યા ન હોય, પ્રજાના પ્રતિનિધિને પ્રજાએ જ ત્યાં પહોચાડ્યા છે ત્યારે આ ટીખળખોર સામે કાનૂની કાર્યવાહી જરૂરી બની છે.