કારગીલ વિજય દિવસ: શહીદ વીર રમેશ જોગલે માતાને પત્ર લખી કહ્યું..

0
1544

ભારતનો કોઈપણ નાગરિક કારગીલ વોર કેમ ભૂલી શકે ? અ યુદ્ધમાં અનેક ભારતીય નવલોહ્યા યુવાનો શહીદ થયા પાકિસ્તાનની પીઠ પાછળ ના આ હુમલામાં શહીદ થયેલા અનેક પરિવારો સહિત તે શાખો આજે કારગિલ દિવસ ને યાદ કરી રહ્યો છે અને શાહદતને સલામ કરી રહ્યો છે. આ યુદ્ધમાં જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના નાના એવા ગામમાંથી ભારતીય સેનામાં જોડાયેલા રમેશ જોગલ ટ્રેનિંગ પૂરી કરી સીધા જ કારગિલ વોરમાં જોડાયા. સામી છાતીએ લડી દુશ્મનોના દાંત ખાટા કરનાર રમેશ જોગલ લડતા લડતા શહીદ થયા, અઢી દાયકા જેટલો સમય વીતી ચુક્યો છે. આ શહીદ વીરને તેના માતા અને પરિવાર સહિત દેશ આખો દેશ યાદ કરી રહ્યો છે. હથિયાર પ્રત્યેનો લગાવ અને ભારતીય સંરક્ષણ પ્રત્યે તેઓને કેટલો લગાવ હતો ? તે દર્શાવતો લાગણીસભર પત્ર તેઓએ ટ્રેનિંગ દરમિયાન પોતાના માઁને સંબોધી લખ્યો હતો. તે અહીં અક્ષરસહ અહીં પ્રસ્તુત છે…

તા-26-5-98

વાર-મંગળવાર

શ્રી ગણેશાય નમઃ

જય મોમાઈ માતાજી સત્ય છે.

શ્રી સુરાપુરા દાદા સત્ય છે.

પરમ પૂજ્ય માતૃશ્રી આપની સેવામાં આપનો પુત્ર રમેશ,

જય ભારત સાથ જણાવવાનું કે હું અહીં ખુશી મજામાં છું અને તમો પણ ત્યાં ખુશી મજામાં હશો અને ભગવાન તમને કમાણીમાં લાભ આપે એવી આશા રાખનાર નાસિકથી લી. રમેશના સાદર પ્રણામ

બાદ લખવાનું કે તમે મારી ચિંતા કરતા હશો પણ મારી ચિંતા કરવા જેવું નથી બા તમને જણાવુ કે મારી કોઈપણ જાતની ચિંતા કરતા નહીં હું અહીં ખુશી મજામાં છું…ટપાલ લખવાનું મન જ થતું નથી મનમાં એમ થાય છે કે ટપાલ લખવી જ નથી પરંતુ ફરી વળી એમ થાય છે કે ટપાલ તો લખુ મારા બા ને ચિંતા થતી હશે. પણ બાર બાર જણાવું કે તમે મારી ચિંતા બિલકુલ કરતા નહીં. મારી ટ્રેનિંગ ટોટલ 43 અઠવાડિયાની છે તેના પછી 15-20 દિવસ રહેવાનું હોય છે અને અત્યારે સોમવાર થી 37 વિક ચાલુ થયેલ છે અને આ ટપાલ સોમવારના તારીખ 25ના દિવસે આ ટપાલ લખું છું અને ગોપનો છોકરો આપણા ઘરે જરૂર આવ્યો હશે અને તે હવે બે તથા ત્રણ તારીખના તેના ઘરેથી નીકળવાનો હશે અને

મેં બંદૂકમાં ગોળી ફોડવામાં પહેલો નંબર લઈ સો રૂપિયા ઇનામ મેળવ્યું હતું. અને મોટા સાહેબના સાથે હાથ મિલાવ્યો હતો, એવો એ અહીં સામાન્ય નથી અહીં મારી ટ્રેનિંગમાં તે સૌથી મોટા સાહેબ છે અને તેના હારે બીજાને હાથ મિલાવવો તે કાંઈ જેવી તેવી વાત નથી અને મેં પહેલો નંબર લીધેલ એટલે આગળ મને આગળ સાહેબ એક બીજાને ટ્રેનિંગ આપીને વધારે સુંદરતા માટે સારી ટ્રેનિંગ આપી એના કરતા એટલે એઆરટીવાય સેન્ટરના મોટા કમાન્ડર સાથે હાથ મિલાવવાની આશા છે અને એ પણ ગુજરાતનો એ અહીંયા નવીનતાની વાત ગણાય છે.

બીજી વખત પહેલો નંબર આવી જાય એવી હું મોમાઈ માં પાસે પ્રાર્થના કરું છું કુદરતી રીતે મને કંઈ પણ જાતનો વાંધો નથી પરંતુ મને ટપાલ લખવાનું મન જ નહીં થતું, ફરી એમ થાય છે કે મારા બા ચિંતા કરતા હશે, લખવા દે, એની પહેલા એક વખત ટપાલ લખવાનું મોડું થયું હતું એટલે ભાઈને પૂછવા મોકલ્યો તો મને તમારી ચિંતા થાય છે…

અઢી દાયકા પૂર્વે માં ભારતીની રક્ષા કરતા શહીદ થયેલ રમેશ જોગલની સ્મૃતિ અર્થે જોગલ પરિવાર દ્વારા ખાંભી રોપાયમાન કરવામાં આવી છે. આજનાં આં દિવસે શહીદ વીર રમેશ જોગલના માતૃશ્રી અને મોટાભાઈ હમીરભાઈ જોગલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી સલામી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here