કલ્યાણપુર: નંદાણા ગામના આ સખ્સે ભાટિયાના મહિલાની ૧૨ વીઘા જમીન પચાવી પાડી

0
790

જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા એક પરિવારના મોભીએ જે જમીન વાવવા રાખી એ ૧૨ વીઘા જમીન પચાવી પાડવા પ્રયાસ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક વર્ષથી માલિક દ્વારા સતત ખાલી કરવાનું કહેવામાં આવતા છતા આ સખ્સ દ્વારા જમીન ખાલી નહી કરી ધાક ધમકીઓ આપવામાં આવતી હતી.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળમાં જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ સબંધે બે દિવસ પૂર્વે ફરિયાદ દાખલ થયા બાદ વધુ એક ફરીયાદ સામે આવી છે. કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા સોમજીભાઇ વાલજીભાઇ જાખરીયાની પુત્રી કંચનબેન કમલેશભાઇ જમનાદાસ દાવડાએ નંદાણા ગામના શાંતુભા સરદારસંગ વાઢેરની માલીકીની નંદાણા ગામની સીમના રે.સર્વે નં-૫૭૮/પેકી-૧ તથા જુના રે.સર્વે નં-૪૧૦/પૈકી-૧ વાળી હે.આરે.૧-૯૪-૨૪ આશરે બારેક વીઘા જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી કરી હતી. જો કે ગત વર્ષ જુલાઈ માસથી આરોપી વિકમશીભાઇ ધરણાંતભાઇ ચાવડા રહે.નંદાણા ગામ તા.કલ્યાણપુર જી.દેવભૂમી દ્રારકા વાળાએ તે જમીનમાં વાવેતર કરી જમીનનો ગેરકાયદેસર કબ્જો કરી લીધો હતો. જેને લઈને લોહાણા આસામીઓ દ્વારા આરોપીને આ જમીનનો કબ્જો ખાલી કરવાનું અવાર નવાર કહેવામાં આવ્યું હતું. છતાં પણ આરોપી જમીન નો કબ્જો ખાલી નહી કરી તેણીના પતીને ધાક ધમકીઓ આપી હતી. ‘જમીનમાં આવીશ તો જાનથી મારી નાખીસ’ એવી ધમકી આપી ત્રીસ લાખ રૂપિયાની કિંમતી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી તેમાં વાવેતર કરી ઉપભોગ કરી પચાવી પાડી હતી. જેને લઈને મહિલાએ વહીવટી પ્રસાસનમાં અરજી કરી હતી. જેના અનુસંધાને ગ્રીન સિગ્નલ મળતા પોલીસે આરોપી સામે વિકમશીભાઇ ધરણાંતભાઇ ચાવડા રહે.નંદાણા ગામ તા.કલ્યાણપુર જી.દેવભૂમી દ્રારકા વાળા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનીયમ  ૨૦૨૦ ની કલમ -૩,૪(૧), ૪(૨),૪(૩) તેમજ ઇ.પી.કો કલમ ૫૦૬(૨) મુજબ ફરિયાદ નોંધી અટકાયત અને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

NO COMMENTS