કલ્યાણપુર : મૈત્રી કરાર, લગ્ન, અને પતિની મારકૂટ સાથે બેવફાઈ, પત્નીને આવ્યો ઝેર પીવાનો વારો

0
804

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામની પરિણીતા સાથે વિરપર ગામના સખ્સએ મૈત્રી કરાર કરી, ચાર વર્ષ બાદ કોર્ટ મેરેજ કરી સંસાર માંડ્યો હતો. પરંતુ પછી પતિએ તેની પર ત્રાસ ગુજારી મારકૂટ કરી, બેવફાઈ કરતા પત્નીએ ઝેરી દવા પીવાનો વારો આવ્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ સામે આવી છે.

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે હાલ પિયરમાં રહેતી શિલ્પાબેન (નામ બદલાવેલ છે)ને તેના વીરપર ગામે રહેતા પતિ મુરૂભાઈ દેવશીભાઈ લગારીયાએ લગ્નજીવન દરમિયાન મારકૂટ કરી, ધમકીઓ આપી દુ:ખ ત્રાસ ગુજરી તેણીની સાથે બેવફાઇ કરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ ૨૦૦૯માં તેણીએ મુરુભાઈ સાથે મૈત્રી કરાર કર્યા હતા. ત્યાબાદ વરસ ૨૦૧૩મા જામનગર કોર્ટમાં રજીસ્ટર મેરેજ કર્યા હતા. તેણીની સાથે લગ્ન પૂર્વે મુરુભાઈને પ્રથમ લગ્નગાળા દરમિયાન એક ૧૯ અને અન્ય ૧૩ વર્ષના બે છોકરાઓરૂપે સંતાનો પણ છે. આ સંતાનોની સાથે એડજસ્ટ થઇ તેણીએ આરોપીની સાથે લગ્ન કર્યા હતા. સમય જતા તેણીએ એક પુત્ર અને પુત્રી એમ બે સંતાનોને જન્મ આપ્યો હતો. ત્યારબાદ સંતાનો ઇચ્છતી તેણીને પતિએ નાં પડતા બંને વચ્ચે  અવારનવાર બોલાચાલી થતી હતી. ત્યારબાદ બોલાચાલી મારામારી સુધી પહોચી હતા. જેને લઈને તેણીની પોતાના સંતાનોને લઈ બેક વખત પિયર આવી રસામણે બેસી હતી પરંતુ સમય જતા પતી તેડી જતો હતો. પાછો થોડો સમય સંસાર ચાલે ત્યાં જ પતિનો ત્રાસ શરુ થઇ જતો હતો. દરમિયાન છેલ્લી વખત જયારે તેણીની રીસામણે આવી ત્યારે જાણ થઇ હતી કે પતિ પાછળથી કોઈ સ્ત્રીને વીરપર લઇ આવી તેણીની સાથે રહેવા લાગ્યો હતો. જેને લઈને તેણીની વીરપર જઈ પતિ સાથે વાતચીત કરી હતી. પરંતુ પતિ ન માનતા તેણીએ ઝેરી દવા પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી. આ બનાવ બાદ તેણીએ તેના પતિ સામે મહિલા પોલીસમાં અરજી કરી સ્ત્રી અત્યાચાર ધારાઓ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરી છે. પ્રથમ મૈત્રી કરાર, બાદ કોર્ટ મેરેજ અને ત્યારબાદ પતીના ત્રાસ અને બેવફાઈથી તંગ પત્ની પોલીસ દફતરે પહોચતા આ કિસ્સો જાહેર થયો છે.

NO COMMENTS