કલ્યાણપુર: વાડીમાં સુતેલ પરિવાર પર જવલંતશીલ પ્રવાહી ફેકી કરાયો જીવલેણ હુમલો, કારણ છે આવું

0
1242

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે વાડીએ સુતેલ શ્રમિક પરિવારના સભ્યો પર જવલંતશીલ પ્રવાહી ફેકી ચાર સખ્સોએ દંપતી અને તેની પુત્રી સહિતના ચાર સખ્સોએ હુમલો કરી એક શ્રમિકની હત્યા નીપજાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે પરિવાર સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હુમલાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે ગોરાણા ગામની વાડી વિસ્તારમા આવેલ માલદેભાઇ મેરામણભાઇ ગોરlણીયાની ખેતીની જમીન બાલુભાઇ હરભમભાઇ કારાવદરા રહે-ભોમીયાવદર ગામ વાળા પાસેથી ભાગેથી વાવણી કરવા માટે રાખી છે. આ જમીન બાબતે માલદેભાઇ સાથે જેશાભાઈ વેજાભાઈ મોઢવાડિયા વચ્ચે માલિકી અંગે વિવાદ ચાલે છે. આ વિવાદ સબંધે કોર્ટમા દાવો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ વિવાદ વચ્ચે ગુડીયા ભાદુભાઇ ભીલ ઉ.વ.૨૫ રહે-જેડીયા ગામ તા-જીરનીયા જીલ્લો-ખરગોણ રાજય-મધ્ય પ્રદેશવાળાએ પરિવાર સાથે સ્થળાંતર થઇ જમીન વાવી હતી.

જેને લઈને જેશાભાઈ અને તેના પરિવારને ખટકતુ હતું. ગુડિયાભાઈ જમીન છોડીને ચાલ્યા જાય તે હેતુસર આરોપી જેશાભાઇ વેજાભાઇ મોઢવાડીયા, મણીબેન જેશાભાઇ મોઢવાડીયા, ભીમાભાઇ જેશાભાઇ મોઢવાડીયા અને બંનેની દીકરી મનીષાબેન તથા એક અજાણ્યા માણસ સખ્સ સહીતનાઓએ એક સંપ કરી, લોખંડના પાઇપ તથા લાકડાના ધોકાઓ ધારણ કરી, પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે શ્રમિક ગુડિયાભાઈ પોતાની પત્ની તથા બાળકો સાથે સુતા હતા તેઓને જાનથી મારી નાખવાના ઇરાદે તેમના ઉપર જંલનશીલ પ્રવાહી ફેકી આગ લગાડી હતી. જેને લઈને ગુડિયાભાઈ તથા તેના પરિવારજનો રૂમ બહાર ભાગતા આરોપીઓએ ગુડિયાભાઈને આંતરી લઇ  બંને પગમા ગોઠણથી નીચેના ભાગે લોખંડના પાઇપ તથા લાકડાના ધોકાઓ વતી માર મારી બંને પણમા ફેકચર કરી તેમજ ફુટ તથા શરીરે મુંઢ ઇજાઓ  કરી હતી. જયારે તેઓના પુત્ર મુકેશભાઇને શરીરે મુંઢ ઇજાઓ કરી જમીન છોડી ને ચાલ્યા જાવ નહીતર જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ગુડિયાભાઈની હત્યા કરવાની કોશીસ કર્યાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here