કાલાવડ: ઉદ્યોગપતીએ પગાર ન કરતા કર્મચારીઓ આપઘાત કર્યો

0
519

જામનગર: કાલાવડ પંથકમાં પહોચી રાજકોટ રહેતા એક યુવાને ભડભડ સળગી જઈ આપઘાત કરી લીધો છે. રાજકોટના બે ઉદ્યોગપતિઓએ છ માસ સુધી પગાર નહિ કરતા આર્થિક તકલીફમાં મુકાયેલ કર્મચારીએ અંતે જીવતરનો અંત આણ્યો છે.

રાજકોટમાં રહેતા વિક્રમભાઇ સુખાભાઇ બકુત્રા ઉ.વ.૩૬ અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લીમીટેડમાં નોકરી કરતા હતા. આ કંપની દ્વારા કર્મચારીઓના પગાર બાબતે અનિયમિતતા રહેતી હતી. તેની સામે કર્મચારીઓ એકત્ર થઇ આંદોલન  પણ કરતા હતા. છેલ્લા છ માસથી ઉદ્યોગપતિઓ સુરેશભાઇ કેશવજીભાઇ સંતોકી, ભાગીદાર નીતીનભાઇ કેશવજીભાઇ સંતોકી તથા  અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લીમીટેડના અન્ય ભાગીદારોએ પગાર નહિ કરતા અનેક કર્મચારીઓ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. વિક્રમભાઈએ ક્રેડીટ કાર્ડ પર લોન લીધી હતી. પગાર નહી થવાથી લોનના નાણા સમયસર ચૂકવી શક્યા ન હતા.

અવારનવાર પગારની માંગણી છતાં ઉદ્યોગપતિઓએ પગાર નહિ કરતા અને ત્રાસ આપતા વિક્રમભાઈ આર્થીક સંકળામણમાં મુકાયા હતા. ઉદ્યોગપતિઓનો ત્રાસ અને આર્થિક સમસ્યા ધેરી વળતા વિક્રમભાઈએ કાલાવડ પંથક પહોચી અવાવરું જગ્યાએ પોતાના શરીરે કેરોસીન છાટી સળગી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેઓને રાજકોટ ખસેડાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતરાઈભાઈએ કાલાવડ પોલીસ દફતરમાં બંને ઉદ્યોગપતી બંધુઓ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

NO COMMENTS