જામનગર : જામનગર જીલ્લાના કાલાવડ ખાતે મોડી રાત્રે આરએસએસના પીઢ કાર્યકરો સહિતના સ્વયં સેવકોને બે મુસ્લિમ સખ્સોએ ધાક ધમકી આપી હોવાની મોડી રાત્રે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવના પડઘા છેક ગાંધીનગર સુધી પડતા રાત્રે જ પોલીસે બંને આરોપીઓને દબોચી લઇ, ફરિયાદ નોંધી તંગદીલી થાળે પાડી હતી. આ બનાવના પગલે આખી રાત કાલાવડ ધમધમતું રહ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં રહી પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા કાલાવડના ભાનુભાઈ પરશોતમભાઈ પટેલ (ભાનુદાદા) અને અન્ય સેવકો ગઈ કાલે મોડી રાત્રે જામનગર રોડ પર આવેલ ડો ગોહિલના દવાખાનાની સામેના હનુમાન મંદિર ગ્રાઉન્ડમાંથી પસાર થતા હતા ત્યારે અહી બે મુસ્લિમ સખ્સો સિગારેટ પિતા નજરે પડ્યા હતા. જેમાં બંને સખ્સોને ભાનુદાદાએ આશીફ બાનવા તથા સીરાજ સંધી નામના સખ્સો સિગારેટ પી નહિ પીવાની અને અહીથી ચાલ્યા જવાની સલાહ આપી હતી. અહીં તમો શા માટે બેસીને સીગારેટ પીવો છો? એમ કહી બંને સખ્સોને જતા રહેવાનું કહેતા બંને ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ દાદા અને તેની સાથેના અન્ય આરએસએસના કાર્યકરો સામે બીભત્સ વાણી વિલાસ આચરી ગુરુ ભાનુભાઇ પરસોતમભાઇ પટેલને ધકો મારી પછાડી દીધા હતા. તેમજ અન્ય સેવકોને પણ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા.
આ બનાવ અંગે જાણ થઇ જતા આરએસએસના કાર્યકરો એકત્ર થઇ ગયા હતા અને સીધા જ પોલીસ દફતર પહોચ્યા હતા. જેને લઈને તંગદીલી ફેલાઈ ગઈ હતી. જેને લઈને જામનગરથી ડીવાયએસપી દેસાઈ સહિતનો કાફલો મારતી મોટરે કાલાવડ પહોચ્યો હતો અને આરોપીઓ સામેં ફરિયાદ નોંધી તંગદીલી થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે તાત્કાલિક જ આરોપીઓની શોધખોળ શરુ કરી હતી. જેમાં મોડી રાત્રે જ બંનેને દબોચી લેવામાં આવ્યા હતા. આ બનાવના છેક ગાંધીનગર સુધી પડધા પડ્યા હતા અને પોલીસને કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસની રાત્રી કાર્યવાહીના પગલે શહેર આખી રાત ધમધમતું રહ્યું હતું. આ બનાવે સૌરાષ્ટ્રભરમાં ચર્ચા જગાવી છે.