કાલાવડ : એમ.એડનું ફોર્મ ભરવા રાજકોટ ગયેલી યુવતી પરત જ ન ફરી

0
1681

જામનગર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકે કોઠારીયા રોડ પર રહેતા એક પરિવારની ઉચ્ચ અભ્યાસ કરી ચૂકેલ યુવતી રાજકોટ ખાતે વધુ અભ્યાસ માટેનું ફોર્મ ભરવા ગયા બાદ પરત નહીં ફરતા તેણીના પિતાએ ગુમનોંધ નોંધાવી છે.


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકે કોઠારીયા રોડ પર રાધેશ્યામ સોસાયટીમાં રહેતા ગૌતમભાઈ ભૂરાભાઈ ચંદ્રપાલ નામના પ્રૌઢની પુત્રી ગુમ થયાની કાલાવડ શહેર પોલીસ દફ્તરમાં ગુમનોંધ લખાવવામાં આવી છે. પિતાએ નોંધાવેલી ગુમનોંધમાં ઉલ્લેખ કરાયા મુજબ ગત તા-૧-૯-૨૦૨૦ના રોજ કાલાવડમાં ટોડા સોસાયટીમા રહેતી પાયલ ઉ.વ.૨૩રાજકોટ ખાતે માસ્ટર ઓફ એજ્યુકેશન (એમ.એડ) નું ફોર્મ ભરવા ગયેલ. ત્યારબાદ કાલાવડ ઘરે પરત ફરી ન હતી. જેને લઈને પોલીસે શોધખોળ હાથ ધરી છે. યુવતીના પરિવારજનોએ સગા સબંધીઓ અને આડોશ પાડોશમાં તપાસ કરતાં યુવતી મળી આવી ન હતી.  ઉજળોવાન ધરાવતી અને મોટું કપાળ તથા ૫*૪ ફૂટ ઊંચાઈ ધરાવતી આ યુવતી અંગે કોઈને સગળ મળે તો નજીકના પોલીસ દફ્તર અથવા નજીકના પોલીસ દફ્તરમાં જાણ કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

NO COMMENTS