કાલાવડ: પ્રેમિકાએ નંબર બ્લોક કરી દેતા પ્રેમીએ આપઘાત કરી જીવ દીધો, કારણ જાણી ચોકી જશો

0
836

જામનગર: પ્રેમમાં નિષ્ફળતા મળતા અનેક યુવા હૈયાઓએ જીવતરનો ભોગ દીધો છે. આવા અનેક ઉદાહરણ વચ્ચે કાલાવડ પંથકમાં બનેલ વધુ એક બનાવ સામે આવ્યો છે. મૂળ ઓરિસ્સાના પ્રેમી જોડા વચ્ચે થયેલ મનદુઃખ બાદ પ્રેમિકાએ પ્રેમીનો મોબાઈલ નંબર બ્લોક કરી દેતા પ્રેમીને લાગી આવ્યું અને ગળાફાસો ખાઈ  જીવતરનો અંત આણ્યો હતો.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે આવેલ એકયુમેલ્ટ પ્રાઇવેટ લીમીટેડ કંપની સ્ટાફ કવાટરસૅમાં રહેતા દીપક લક્ષ્મીધર શાહુ ઉ.વ-૨૬ મૂળ ઓરીસ્સ્સાના યુવાને પોતાના ક્વાટર બીલ્ડીગની સીડીની રેલીંગ સાથે સાલ (ગમચ્છા) બાધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે તેના જ સાથી એવા સાગર મુન્ડાકટી ગોમા મુન્ડાકટી લોહારએ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસે સ્થળ પર પહોચી મૃતકનો કબજો સંભાળ્યો હતો. આ બનાવ અંગે પોલીસે મૃતકના મિત્ર સાગરનું નિવેદન નોંધ્યું હતું. જેમાં આ બનાવ પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત સામે આવ્યું હતું.  મૃતકને તેમના વતનમાં રૂબી નામની છોકરી સાથે પ્રેમ સંબધ બંધાયો હતો. જો કે મરણ જનાર દીપકને છેલ્લા એકાદ મહીનાથી તેની પ્રેમીકા રૂબીના ચારીત્ર ઉપર શંકા ગઈ હતી. આ જ બાબતને લઈને પ્રેમીકા સાથે અવરનવર ફોન ઉપર ઝઘડો થતા હતા.  ગઇ કાલે તેની પ્રેમીકાએ મરણ જનાર પ્રેમી દીપકના મોબાઇલ નંબર બ્લોક કરી નાખ્યા હતા. જેથી મરણ જનાર ને મનમા લાગી આવતા પોતાની જાતે ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો હતો.  કાલાવડ પોલીસે મૃતકની પીએમ કરાવી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.

NO COMMENTS