કાલાવડ: પવનચક્કીના કામ બાબતે ચાર સખ્સોએ યુવાનને માર મારી હડધૂત કર્યો

0
1072

જામનગર જીલ્લાના કાલાવડ પંથકમાં ચાલતા ઓપેરા કપનીના પવનચક્કીના કામ દરમિયાન ચાર સખ્સોએ કામ કરી રહેલા એક યુવાનને માર મારી હડધૂત કર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. કંપની પાસેથી વર્ક ઓર્ડર લઇ કામ કરતા યુવાનને બાઈક પર આવેલ ચારેય સખ્સોએ ધમકાવી પોતાને કંપની સાથે કામ બાબતે વાતચીત ચાલતી હોવાનું કરી હુમલો કરી હડધૂત કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખાન કોટડા ગામે થયેલ માથાકૂટની ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે. જેની વિગત મુબજ, ગઈ કાલે ખાનકોટળા ગામે સર્વે નં.૨૨૯ પૈકી ૨ નીતાબેન પરસોતમભાઇ વીરાણીની જગ્યામા નાનજીભાઇ દેવશીભાઇ પરમાર નામનો યુવાન ઓપેરા કંપની તરફથી વર્ક ઓર્ડર મેળવી ખાડો ખોદવા અને રસ્તો બનાવવાનું કામ શરુ કર્યું હતું. દરમિયાન લાલો ભરતભાઇ ભરવાડ તથા દીગુભા મહાવીરસિંહ જાડેજા તથા રાજુભાઇ નારનભાઇ રબારી તથા જીતુભા બચુભા જાડેજા નામના સખ્સો બે મોટર સાયકલ પર સવાર થઇ આવી પહોચ્યા હતા. ‘અમારે કંપની સાથે વાંધો ચાલે છે અને વાતચીત ચાલે છે’ તેમ કહી અગાઉ કામ બંધ કરાવી ગયેલ આ સખ્સો ફરી લાકડી,, લોખંડનાપાઇપ, તલવાર જેવા હથીયારો સાથે આવી, નાનજીભાઈને ભુંડા ગાળો આપી, જાતી પ્રત્યે હળધુત કરી અપમાનીત કરી, આરોપી દિગુભાએ પોતાની પાસે રહેલ લાકડી વડે માથાના ભાગે એક ઘા મારી અને આરોપી લાલ ભરવાડે પોતાની પાસે રહેલ લોખંડનો પાઇપ વતી છાતીના ભાગે મારેલ તથા અન્ય આરોપીઓએ પોતાનીપાસે રહેલ તલવાર વડે શરીરે મારતા સર્ટમા છરકતો લાગેલ તથા આરોપી રાજુભાઈએ પોતાની પાસે રહેલ લાકડી વડે માર મારેલ, જેને લઈને નાનજીભાઈને છાતીની ડાબી બાજુના હાટકાના ભાગે ફેક્ચરની તથા શરીરે મુઢ ઇજાઓ પહોચી હતી. આ ઉપરાંત આ સખ્સોએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. આ બનાવ અને કાલાવડ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાનજીભાઈ અને પ્રવીણભાઇ મનજીભાઇ વઘેરા રહે.વીરવાવ ગામ વાળાને ઓપેરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીમા પવનચક્કીના ખાડા ગાળવા તથા રસ્તા બનાવવા માટેનો વર્ક ઓર્ડર મેળવી કામ શરુ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

NO COMMENTS