જામનગર તા ૯, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના જશાપર ગામમાં રહેતી અપરણીત યુવતીએ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ નજીક જસાપર ગામમાં રહેતી રિધ્ધીબેન મનસુખભાઈ કાછડીયા નામની ૨૪ વર્ષીય પટેલ જ્ઞાતિની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરડું બાંધી ગળા ફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મૃતકના પિતા મનસુખભાઈ કાછડીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.