જામનગર: જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે રહેતા અને ફરસાણની દુકાન ચલાવતા એક ઉમર લાયક યુવાનને લુંટેરી દુલ્હન એન્ડ કુએ બે લાખના સીસામાં ઉતારી દીધો છે. નાગપુરની કન્યા સાથે લગ્ન કરાવી દઈ સ્થાનિક દંપતી સહીત કથિત નાગપુરની કન્યા અને તેના પરિવારજનોએ યુવાન સાથે આર્થિક છેતરપીંડી કરી હતી. લગ્ન બાદ પખવાડિયું યુવાન સાથે રહ્યા બાદ યુવતી માતાની બીમારીનું બહાનું કાઢી નાગપુર ગયા બાદ પરત જ ન ફરી અને ટોળકીના તમામ સદસ્યોના મોબાઈલ ફોન પણ બંધ આવતા લુંટેરી દુલ્હનનો કિસ્સો જોડિયા પોલીસ દફતરે પહોચ્યો છે.
ત્યારબાદ ગત તા. ૩/૪/23ના રોજ રાજકોટ રેલ્વે સ્ટેશને યુવતી માલાબેન અને તેના પરિવારના નિશાબેન તેમજ નિશાબેન આવી પહોચ્યા હતા. નીલેશભાઈએ પોતાના ખર્ચે એક ટેક્સી ભાડે કરી બાલંભા બોલાવ્યા હતા. જયારે ભેસદળથી આરતીબેન અને તેના પતી નીતેશ ઉર્ફેમીતેશભાઇ ચોટલીયા પણ બાલંભા પહોચ્યા હતા. જ્યાં બીજા દિવસે ભગવાન શંકરના મંદિરે ફૂલહાર કરી નીલેશભાઈ અને માલાબેનના લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ માલા સાથે નાગપુરની આવેલ બંને બહેનો અને ભેસદ્ળનું દંપતી તેમના ઘરે પરત ફર્યું હતું. દમિયાન ૧૫ દિવસ બાદ માલાએ નીલેશભાઈને કહ્યું હતું કે મારા માતા ખુબ જ બીમાર છે અને તેઓની સારવાર માટે રૂપિયા એક લાખ એસી હજારની જરૂર છે. નીલેશભાઈએ રૂપિયા 1.80 લાખની રકમ આપી માલાને નાગપુર મોકલી હતી. નાગપુર ગયા બાદ માલાએ ફોન બંધ કરી દીધો હતો અને ભેસદળ ગામનું દંપતી પણ મુબઈ ચાલ્યું ગયું હતું. જો કે તમામ વ્યક્તિઓના ફોન બંધ આવતા આખરે નીલેશભાઈએ પોલીસ દફતરે પહોચી ફરિયાદ નોંધાવી હતી.