:
જોડિયા તાલુકાની સહકારી સંસ્થા શ્રી કિશાન તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના હોદ્દેદારોની ચુંટણી યોજાઈ હતી. જોડિયા તાલુકા ની સહકારી સંસ્થા શ્રી કિશાન તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. જોડિયાની પ્રમુખ અને ઉપ પ્રમુખ ની ચૂંટંણી જોડિયા મામલતદારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે જીવનભાઈ કારૂભાઈ કુંભરવડીયા.અને ઉપપ્રમુખ તરીકે મયાજી બેચરાજી જાડેજાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા મામલતદાર પી.કે સરપદડિયાની દેખરેખ હેઠળ યોજાઈ હતી. શ્રી કિશાન તાલુકા ખરીદ વેચાણ સંઘ લી. ના નવા ચૂંટાયેલા સભ્યો જીવણભાઈ કારૂભાઈ કુંભરવડીયા, મોહનભાઇ પાંચાભાઈ પરમાર, બેચરભાઇ રવજીભાઈ પરંમાર, સબળસિંહ નવસિંહ જાડેજા, મોમેયાજી બેચરજી જાડેજા, મનસુખભાઇ લાખાભાઈ બસિયા, દામજીભાઈ નાનજીભાઈ સવાણી, પ્રતાપૅસિંહ મહોબતસિંહ જાડેજા, પાચાભાઈ ભાણાભાઈ મકવાણા, ગોપાલભાઈ બેચરભાઇ બાલસરા. જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ ભીમાણી વગેરે ચૂંટાયેલા તમામ સભ્યો હાજર રહ્યા હતા.
સહકારી ક્ષેત્રમાં ખરીદ વેચાણ સંબંધિત જે કઈ મુશ્કેલીઓ છે તે સત્વરે ઉકેલવાની નવનિયુક્ત પ્રમુખ જીવણભાઈએ ખાતરી આપી છે.