જોડીયા તાલુકામાં આવેલ ઊંંડ 2 ડેમ ના વહેણમાં ડૂબી જતા એક શ્રમિક પરિવારના 12 વર્ષે બાળકનું મૃત્યુનીપજ્યું છે. બાળક અન્ય સાથે માછીમારી કરવા ડેમ સાઈટ પર ગયો હતો જ્યાં પગ લપસી જતા વહેણમાં પડી ગયો હતો અને તણાઈ જતા ડૂબી ગયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકા મથક થી 10 કિલોમીટર દૂર આવેલ ઊંડ બે ડેમના પાટિયા નંબર 42 પાસે ભાદરા ગામમાં વિનુભાઈ ભાણજીભાઈ ભંડેરી ની વાડીમાં મજૂરી કામ કરી રહેલા શ્રમિક પરિવારના જગદીશભાઈ કરણાભાઈ માવી નામનો 12 વર્ષીય બાળક ઉભો હતો ત્યારે એકાએક તેનો પગ લપસી જતા નદીના વહેણમાં તણાઈ ગયો હતો અને ડૂબી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
12 વર્ષીય બાળક અન્ય સાથે ડેમ સાઈટ પર માછીમારી કરવા ગયો હતો ત્યારે આ ઘટના ઘટી હતી. આ બનાવ અંગે મૃતકના માતા સસ્તીબેને જોડિયા પોલીસમાં જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા ના ભાભર તાલુકા નો શ્રમિક પરિવાર અત્રે વિનુભાઈ ભંડેરીની વાડીમાં મજૂરી કામ કરવા આવ્યો છે. બાર વર્ષે બાળકના મૃત્યુના પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.