કોરોનામાં નોકરી ગઈ દેવું વધ્યું, યુવાને વેબ સીરીઝ જોઈ કાકાને લુંટી ફૂલપ્રૂફ બનાવ્યો પ્લાન..પણ

0
1198

જામનગર અપડેટ્સ : જામનગરમાં ગઈ કાલે જ ઉછીતા રૂપિયાની ઉઘરાણીમાં છેક ઘરે પહોચી ગયેલ સખ્સે યુવાનના પિતાનું અપહરણ કરી ધાકધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.કોરોના કાળમાં આવા અનેક યુવાનો આર્થિક સંકળામણમાં ફસાયા છે ત્યારે અમદાવાદમાં નોકરી ગુમાવી ચુકેલા એક યુવાને વેબ સીરીઝ જોઈ  ડોક્ટર કાકાના ઘરમાં જ ફૂલપ્રૂફ લુંટ ચલાવી છતાં પણ સીસીટીવીએ યુવાનને ઓળખી કાઢ્યો અને પ્લાન ફેઈલ ગયો, બાઈક ચોરી કરી, લુંટ ચલાવી યુવાને ત્રણ વખત કપડા પણ બદલી નાખ્યા છતાં પોલીસની નજરથી ન બચી શક્યો અને આવી ગયો પોલીસના સકંજામાં.

ત્રણ દિવસ પૂર્વે અમદાવાદમાં સોલા વિસ્તારમાં આવેલા સોમવિલા બંગ્લોઝમાં ઘુસી ગયેલ એક સખ્શે ડોક્ટર પરિવારના સભ્યોને બંધક બનાવી છરીની અણીએ અડધા લાખ રૂપિયાની લુંટ ચલાવી હતી. સોલા પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના પૂરાવાના આધારે તપાસ ચલાવી હતી. ત્રણ દિવસની તપાસના અંતે પોલીસે આરોપી નીરવ પટેલને આંતરી લીધો હતો. આરોપી નિરવે લુંટની કબુલાત કરી પોલીસને ચોકાવનારી બાબતો કહી હતી. કોરોના કાળ દરમિયાન રિલાયન્સ ઇન્સ્યોરન્સમાં નોકરી ચાલી જતા તેની પર ૩૦ હજારનું દેવું થઇ ગયું હતું. જે દેવું દુર કરવા લુંટનો પ્લાન કર્યો હતો. વારદાતને અંજામ આપવા પહેલા એક બાઈકની ચોરી કરી હતી. આ ચોરીનું બાઈક લઇ ડોક્ટરના ઘરે પહોચ્યો હતો અને પરિવારને બંદક બનાવી રૂપિયા ૫૨ હજારની લુંટ ચલાવી હતી. લુંટ ચલાવ્યા બાદ સીસીટીવીમાં પણ ઓળખ છતી ન થાય તે માટે નિરવે ત્રણ વખત કપડા બદલ્યા હોવાની પણ કબુલાત કરી હતી. આ સમગ્ર વારદાતનો પ્લોટ એક વેબ સીરીજમાંથી ઉઠાવી અમલમાં મુક્યો હોવાનું પણ નિરવે જણાવ્યું હતું. એમએસસી આઈટી કરેલ યુવાને લુંટ પ્લાન કરી સૌને ચોકાવી દીધા છે.

NO COMMENTS