જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે પોલીસે દરોડો પાડી દુકાનમાં ચાલતા અનોખો જુગાર પકડી પાડ્યો છે. કોળી ચોરા પાસે દુકાનમાં એલઈડી પર આંક ફેરનો જુગાર રમતા-રમાડતા ત્રણ સખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. જયારે અન્ય એક દુકાનમાંથી એક સખ્સ આવો જ જુગાર રમાડતા મળી આવ્યો હતો.
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે સ્થાનિક પોલીસે ગઈ કાલે દરોડો પાડ્યો હતો. જેમાં કોળી ચોર પાસે ખોજા ખાના નજીક ભાડાની દુકાનમાં દુકાનના સંચાલક મુરૂભાઈ રમણભાઈ ગામી દ્વારા ચલાવવામાં આવતા એલઈડી સ્ક્રીન પરનો જુગાર પકડી પાડવામાં આવ્યો હતો. આ સખ્સ એલ.ઈ.ડી. ઉપર આંક ફેરનો પૈસાની હારજીતનો નશીબ આધારીત જુગાર રમાડી યંત્રોના ચીત્રો ઉપર રૂ.૧૧ મુકાવી દર પંદર મીનીટે ડ્રો કરી વિજેતા આંકને રૂ.૧૧ના બદલામા રોકડા રૂ.૧૦૦ આપી રોકડ પૈસાની હારજીતનો જુગાર ખુલ્લો પાડ્યો હતો. પોલીસે અહીથી કારાભાઈ માંડણભાઈ પાણખાણીયા,લીલાભાઈ રામાભાઈ જાદવ અને મુરૂભાઈ રમણભાઈ ગામી નામના ત્રણ સખ્સોની રૂપિયા ૧૩,૮૦૮નીર રોકડ અને એલ.ઈ.ડી. ટીવી વિગેરે સાધનો કી.રૂ.૨૮,૧૫૦/- મળી કુલ ૪૧,૯૫૮ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દુકાન સંચાલક મુરૂભાઈ હાજર મળ્યો ન હતો. આ સખ્સે એચ.એસ. માર્કેટીંગના પ્રો. રજનીભાઈ વલ્લભભાઈ પટેલ રહે.પોરબંદર વાળા સાથે મળી દુકાન ભાડે રાખી જુગાર શરુ કર્યો હોવાનું સામે આવ્યુ છે. જયારે રોહિત જેશા મકવાણા નામનો સખ્સ પણ ઓનેસ્ટ માર્કેટિંગના નામે કેતન મુરૂ સાથે મળી જુગાર રમાડતો હોવાનું સામે આવતા પોલીસે અહી પણ કાર્યવાહી કરી આરોપીને પકડી પાડ્યો હતો પ્પોલીસે અહીથી રૂપિયા ૫૫૪૪ની રોકડ કબજે સાથે આરોપીની ધરપકડ કરી હતી જયારે કેતન હાજર નહી મળતા ફરાર દર્શાવાયો છે.