જામનગરની U 12 અને 14 ક્રિકેટ ટીમનું દિલ્હી-જયપુરમાં શાનદાર પ્રદર્શન

0
186

જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની અંડર 12 અને અન્ડર 14 ની ટીમોએ તાજેતરમાં દિલ્હી અને જયપુર ખાતે અનુક્રમે પાંચ અને ત્રણ મેચની 30 30 ઓવરની મેચોની શૃંખલા રમીને ઓલ રાઉન્ડ પરફોર્મન્સ સાથે સીરીઝોમાં જીત મેળવી છે.

જયપુરમમાં અંડર 14એ 3 મેચ રમીને 2 મેચ જીતી.

અન્ડર 14 ની ટીમે જયપુર ખાતેની એસ. એચ.એસ. ક્લબ સાથેની 3 મેચની સીરીઝ કપ્તાન મિતરાજ જાડેજાની કેપ્ટનશીપ હેઠળ રમી હતી. જેમાં જામનગરની અંડર-14ની ટીમે બે મેચ જીતીને સિરીઝ અંકે કરી હતી. ત્રણ મેચ ની આ સિરીઝમાં વીર દુધાગરા ના નોંધપાત્ર 85 રન હતા અને બોલર દિવ્યેશ ગહેડીયાએ છ વિકેટ લીધી હતી. વરસાદના કારણે વધુ મેચ રમી ના શકયા. તારીખ 24 થી 28 સુધીમાં જયપુર પ્રવાસ ટીમે કર્યો.

દિલ્દીમાં અન્ડર-12ની જામનગરની ટીમે સીરીઝ જીતી.

જ્યારે અંડર-12ની ટીમે દિલ્હીની યુ.એસ.સી.એ. ક્લબ સાથે પાંચ મેચની સીરીઝ રમીને ત્રણ મેચ જીતી હતી. તારીખ 23 થી 27 સુધી દિલ્હીનો પ્રવાસ ટીમે કર્યો હતો. અંડર-12ની ટીમ સાથે મેનેજર તરીકે કરણ આચાર્ય અને દુષ્યંત રાઠોડ એ તેમજ અન્ડર 14 ની ટીમ સાથે યશ જોષીએ મેનેજર તરીકે સેવાઓ આપી હતી. આમ જામનગર ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની જુનિયર ટીમોએ આંતરરાજ્ય ક્લબ મેચોની સિરીઝમાં જામ રણજીની ક્રિકેટ ભૂમિનું કૌવત દેખાડ્યું હતું. જમનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના ખૈલાડીઓ મહેન્દ્રસર ચૌહાણ પાસે ક્રિકેટની કોચીંગ મેળવે છે.

અન્ડર 12માં ચાર ખૈલાડીઓ છવાયા.

1 મહર્ષિ દિવ્યેશ વાયડા.
બેસ્ટ ફીલ્ડર ઓફ ધ સીરીઝનો મોમેટો મેળવ્યો. પાંચેય મેચમાં રન રોકવાના સફળ રહ્યો. અનેક ખૈલાડીઓ રનઆઉટ કરવામાં સફળતા મેળવી.
2 કેપ્ટન- વંશ રાજેન્દ્ર સોલંકી

જેને બેસ્ટ બેસ્ટમેન ઓફ ધ સીરીઝનો મોમેટો મળ્યો. કેપ્ટન વંશ રાજેન્દ્ર સોલંકીએ ઓલ રાઉન્ડ પર્ફોર્મન્સ કરીને 223 રન કર્યા હતા. તેમજ આઠ વિકેટો ઝડપી હતી.

3 હસિત હાર્દીક ગણાત્રા.
બેટ્સમેન હસિત ગણાત્રાએ બે સદી ફટકારવા સાથે પાંચ મેચ માં કુલ 406 રન કર્યા હતા. મેચ ઓફ ધ સીરીઝનો મોમેટો મળ્યો.

4 શોર્યદિપ સુનિલ બીહોલા
બેસ્ટ બોલર તરીકે મોમેટો મેળવ્યો. કુલ 5 મેચમાં 7 વિકેટ મેળવી સારી બોલીંગ કરી.

NO COMMENTS