જામનગર: એક મહિના પહેલાં જ પરણેલી નવોઢાએ ઝેર ગટગટાવ્યુ

0
784


જામનગરની ભોગોળે આવેલા વિભાપર ગામની સીમ વિસ્તારમાં રહેતી એક નવોઢાએ ઝેરી દવા પી જીવનનો અંત લાવી દેતાં અરેરાટી ફેલાઈ છે. જો કે આપઘાત અંગેનું ચોક્કસ કારણ બહાર નહીં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


આ બનાવની વિગત એવી છે કે વિભાપરના વિનુભાઈ ગાંડુભાઈ પટેલની વાડીમાં ખેત મજુરી કામ કરતા જયંતિભાઈ બચુભાઈ બામણીયા ગઈકાલે તેમના બહેન સાથે વાડીમાં કામ કરી રહ્યા હતા, ત્યારે ઘરે એકલા રહેતા તેના પત્ની વનીતાબેને (ઉ.વ. ૨૨) અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં તેનું ટુંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે મૃતક વનિતાબેનના લગ્ન એક મહિના પૂર્વે જ થયા હતા. લગ્ન જીવનના એક મહિનામાં એવું તે શું થયું કે નવોઢાએ આપઘાત કરી લીધો, હાલ તો આ સમગ્ર બનાવ અંગે બેડી મરીન પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ ડી. વાય.એસ.પી. ચલાવી રહ્યા છે.

NO COMMENTS