જામનગરની યુવા સાયન્ટિસ્ટ યુવતી ચંદ્ર પર સંશોધન કરી રહી છે. ચંદ્ર પરના અગ્નિકૃત ખડકો વિશે પીએચડીનો અભ્યાસ કર્યા બાદ હવે ન્યૂયોર્કની યુનિવર્સિટીએ આ જ ખડકોમાં વધુ અભ્યાસ કરવા માટે તેણીની પસંદગી કરી છે. આ એ જ યુનિવર્સિટી છે જેને નાસા આર્થિક મદદ કરશે અને તેના દ્વારા જ આ યુવતી તેની ટીમ સાથે મળી સંશોધન કરશે. નાસા દ્વારા ચંદ્ર પર કરવામાં આવેલા સંશોધનોના ડેટાનો ઉપયોગ કરી જામનગરની આ યુવા અર્થ સાયન્ટિસ્ટ ચંદ્ર પરના અગ્નિકૃત ખડકોનો વિશેષ અભ્યાસ કરશે.
![](https://www.jamnagarupdates.com/wp-content/uploads/2022/12/IMG-20221221-WA0015-954x1024.jpg)
જામનગરમાં ડેન્ટલ કોલેજ પાછળ રહેતા વિપ્ર પરિવારની અવકાશ વૈજ્ઞાનિક પુત્રી હેનલ ભટ્ટ ચંદ્રના ખડકો પર વધુ સંશોધન કરવા તરફ આગળ વધી રહી છે. ગુજરાત યુનિના એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં એમએસસી અને ‘હાયપર સ્પેક્ટ્રલ રીમોર્ટ સેન્સિંગ ઓફ હ્યુનાર ક્રસ્ટ યુઝિંગ કન્ટેમ્પરરી સેટાલાઈટ ડેટા’ વિષય પીએચડી કર્યું છે.
ચંદ્રના પૂર્વ ભાગમાં 400 કિમી લાંબા અને 2 કિમી ઉંચા જ્વાળામુખી પર રીસર્ચ કર્યું છે. જ્વાળામુખી કેમ બન્યો ? કઈ સ્થિતિમાં છે ?આ વિસ્તારના ચંદ્રના પેટાળમાં બીજું શું છે? ભૂ ભાગમાં બીજું શું મળી શકે છે ? તેનું સંશોધન કર્યું છે. જેમાં મેગ્નેસિયમ, આયર્ન, ટીટેનિયમ, ઓક્સિજન જેવા રીસોર્સીસનો સમાવેશ થાય છે.
ચંદ્ર પર ઉલ્કાપાત થતા 500થી 2,500 કિમી સુધીના ખાડા પડ્યાં છે એમ હેનલ જણાવી કહ્યું હતું કે ચંદ્રની જમીનની નીચેના ભાગમાં પ્રેશર આવવાથી મેગ્નેશિયમ, આયર્ન ઘન સ્વરૂપે બહાર નિકળયા જે આપણે કાળા ડાધ સ્વરૂપે નરી આંખે જોઈ શકીએ છીએ.
ઉલકાપાતથી ચંદ્ર પર 176 ડુંગરો રચાય છે. ચંદ્ર પર જ્વાળામુખી માંથી રચાયેલ ખડકોમાના મેગ્નેશિયમ, આયર્ન સહિતના ખનીજો પર સંશોધન કરશે. હેનલ ચંદ્રયાન 2 મિશન સાથે કામ કરનાર ટિમનો હીસ્સો બની હતી. આ ઉપરાંત રિમોટ સેન્સિંગ સોસાયટીના પણ હેનલ સભ્ય છે તેમજ યુરોપિયન પ્લેનેટરી સોસાયટીના પૂર્વ સદસ્ય રહી ચૂક્યા છે.
હવે હેનલની ન્યૂયોર્કની યુનિમાં જિયોલોજીકલ સાયન્સ માટે પસંદગી છે. અહીં તેઓ ચંદ્ર માના અગ્નિકૃત ખડકોનો નાસાના અગાઉના સંશોધન ડેટાનો ઉપયોગ કરીને વધુ સંશોધન કરશે.