જામનગર: કન્ડકટરના ખુલ્લા પ્લોટમાં મહિલાએ કબર ઉભી કરી દબાણ કરી નાખ્યું, ખસી જવા કહ્યું પણ..

0
2322

જામનગરમાં એસટીમાં કંડકટરની નોકરી કરતા એક સરકારી કર્મચારીએ પટેલ કોલોની વિસ્તારમાં લીધેલ પ્લોટ પર એક મહિલાએ ગેર કાયદે કબર બનાવી જે કબર પર પતરા ચડાવી સાઇડમા પડદા બાંધી ઝુંપડી જેવુ બનાવી ધૂપધાપ કરી પ્લોટ પર ગેર કાયદે કબજો જમાવી લીધો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નવ વર્ષ પૂર્વે કંડકટર દ્વારા પ્લોટ ખરીદ્યા બાદ તેઓની અન્ય જગ્યાએ બદલી થઈ જતા પ્લોટ ખુલ્લો રહેવા પામ્યો હતો. પોતાના પ્લોટ પર કબજો જમાવી લઈ ધાર્મિક સ્થળ ઉભું કરવાનો પ્રયાસ કરાયો હોવાની જાણ થતા સરકારી કર્મચારીએ જામનગર આવી મહિલાને દબાણ હટાવી લેવા કહ્યું હતું પરંતુ મહિલાએ દબાણ નહિ હટાવતા આખરે તેણીની પર લેન્ડ ગ્રેબિંગ ધારાઓ મુજબ ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં બેડી બંદર રોડ પર આવેલ પટેલ કોલોની વિસ્તારમાં એસટીમાં કંડકટર તરીકેની નોકરી કરતા મહાવીરસિંહ નટુભા જાડેજાએ વર્ષ ૨૦૧૫માં પ્લોટ ખરીદ્યો હતો.કુલ ૭૯.૪૧ ચો.મી ક્ષેત્રફળ ધરવતા સર્વે નં.૩૯/જી/૫ ના પ્લોટ નં.બી/૩ ના પેટા પ્લોટ નં.૩૯/૨ પૈકી વાળો પ્લોટ ખરીદ કરતા બીજા જ વર્ષે તેઓની બદલી અન્ય જગ્યાએ થઇ ગઈ હતી. મહાવીરસિંહે શહેરના સીટી સર્વે નં.૨૨૩૦ વાળી મિલ્કતનો વેચાણ દસ્તાવેજ અવેજ રૂ-૭,૦૦,૦૦૦મા જામનગર સબ રજીસ્ટ્રાર કચેરીના દસ્તાવેજ નં-૨૦૯૪ તા:-૦૫/૦૫/૨૦૧૫ થી અશોકભાઇ હરીદાસ જોષી પાસેથી ખરીદેલ હતી. જે ખુલ્લા પ્લોટમા વર્ષ ૨૦૧૫થી રોશનબેન અલીભાઇ સફીયા નામના મહિલાએ કબર બનાવી નાખી હતી. તેણીએ આ કબર પર પતરા ચડાવી સાઇડમા પડદા બાંધી ઝુંપડી જેવુ બનાવી વર્ષોથી ગેરકાયદેસર અને અનઅધિક્રુત રીતે મિલ્કતનો કબ્જો કરી ધાર્મીક દબાણ કરી દરરોજ લોબાન કરવાનું ચાલુ કરી જમીન પચાવી પાડી હતી.

પોતાના ખુલ્લો પ્લોટમાં દબાણ થઇ ગયું હોવાની જાણ થતા મહાવીરસિંહ જામનગર આવી તેણીને કબ્જો છોડી દેઈ લોબાન વિધિ બંધ કરવા પણ કહ્યું હતું. પરંતુ મહિલાએ અહીનું દબાણ ખસેડ્યું ન હતું. જેને લઈને તેઓએ ગત માર્ચ મહિનામાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ અરજી દાખલ કરી હતી. આ અરજીની તપાસ દરમિયાન મહિલાનું ગેર કાયદે દબાણ સામે આવ્યું હતું. જેને ધ્યાને રાખી તેણીની સામે મહાવીરસિંહે આજે સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં તેણીની સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here