જામનગર : હાલારના MLAs સામેનો આ ક્રિમીનલ કેસ પરત ખેંચાઈ જશે ? આવી શરુ થઇ છે હિલચાલ

0
641

જામનગર અપડેટ્સ : સુપ્રિમ કોર્ટે રાજકારણનું અપરાધીકરણ થતું રોકવાના ઉમદા ઉદેશ સાથે નેતાઓ સામેના કેસની દરરોજ સુનાવણી કરવા અને ઝડપથી કેસ પુરા કરવા અને ઝડપથી કેસ પુરા કરવા દેશની અદાલતોને નિર્દેશ આપ્યા પછી ધ્રોલની અદાલતે એક કેસ ઝડપથી પુરો કરી ધારાસભ્ય સહિતના પાંચ આરોપીઓને દોષિત ઠરાવી 6 માસની સજાનો હુકમ કર્યો  હતો. આ પછી લાલપુરની કોર્ટમાં મંત્રી અને ધારાસભ્ય સહિતના 20 જેટલા આગેવાનો સામેના કેસની સુનાવણી પૂર્ણાતા તરફ આગળ વધી રહી છે તેવા સંજોગોમાં સરકારના નિર્ણયને પગલે કલેકટરના આદેશથી આ કેસ પાછો ખેંચી લેવાની કામગીરી ટુંક સમયમાં સરકારી વકિલ મારફત થનાર હોવાનું જાણવા મળે છે.

જામનગર જિલ્લાના મેઘપર પોલીસમાં વર્ષ 2010ની સાલમાં જાહેરનામાના ભંગ બદલ આઇપીસી કલમ 143ના ભંગ સબબ 20 વ્યકિત સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં તે વખતે કોંગ્રેસના આગેવાન અને સાંસદ વિક્રમભાઇ માડમ, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ તથા કોંગ્રેસ અગ્રણી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના 20 વ્યકિતને આરોપી તરીકે દર્શાવાયા છે. હાલ ધર્મેન્દ્રસિંહ જાડેજા ભાજપ સરકારમાં રાજય મંત્રી છે જયારે રાઘવજી પટેલ ભાજપના ધારાસભ્ય છે. તો વિક્રમ માડમ કોંગ્રેસમાં છે અને ખંભાલીયાના ધારાસભ્ય છે
આ કેસના બે આરોપી ભુપતસિંહ અને એક અન્યનું મૃત્યું થઇ ચુકયું છે. એક આરોપી આદિત્યસિંહ ઘણાં સમયથી બિમાર છે.


આંદોલનને લીધે થયેલા કેસો પાછા ખેંચી લેવાનો રાજય સરકારે ઘણા સમય પહેલા નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના અનુસંધાને જામનગરના જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સરકારી વકિલને એક પત્ર લખવામાં આવ્યો છે. જિલ્લા મેજીસ્ટ્રેટ રવિ શંકરે આ પત્રમાં જણાવ્યું છે કે જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશન ગુના રજી.નં.123/08 (ફોજદારી કેસ નં.362/10)થી આઇપીસી કલમ-143 મુજબ નોંધાયેલ કેસ પરત ખેંચવા લાલપુર સરકારી વકીલને પત્ર લખ્યો છે. સદરહુ પોલીસ કેસ પરત ખેંચવા ક્રિમિનલ પ્રોસીજર કોડ 1973ની કલમ 321 મુજબની કાર્યવાહી કરી, કરેલ કાર્યવાહીનો અહેવાલ મોકલી આપવા પણ સુચના આપવામાં આવી છે. આથી આ અંગે લાલપુર કોર્ટમાં હવે કેસ પાછા ખેંચી લેવાની અરજી બે-ત્રણ દિવસમાં જ સરકારી વકિલ દ્વારા કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. સરકારના આ નિર્ણયથી ભાજપ-કોંગ્રેસના નેતાઓને આ કેસમાંથી રાહત મળવાના સંજોગો ઉજળા બન્યા છે.
અત્રે નોંધનીય છે કે ધ્રોલમાં સરકારી હોસ્પિટલમાં થયેલી તોડફોડના કેસમાં ભાજપના જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચ આરોપીનો 6 માસની સજા ફટકારાઇ હતી. આથી આરોપીઓ આ હુકમ સામે ઉપલી કોર્ટમાં અપીલ કરનાર છે. તેઓ જામીનમુકત થયા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here