જામનગર: હવાલા કૌભાંડનો રેલો ગુજસીટોક સુધી પહોચશે ? આવા રચાઈ રહ્યા છે વર્તુળ

0
902

જામનગર: બહુ ચર્ચિત વિદેશ ચલણના હવાલા કૌભાંડની તપાસ જામનગર સુધી પહોચી ગઈ છે પરંતુ સતાવાર રીતે કોઈ એજન્સી કશું બોલવા તૈયાર જ નથી. અમદાવાદમાં ૮૭ લાખના વિદેશી અને ભારતીય ચલણ સાથે પકડાયેલ સખ્સે જામનગર તરફ ઇસારો કરતા ફરી જામનગર સપાટી પર આવ્યું છે. જો કે આ પ્રકરણને તાજેતરના ગુજસીટોક પ્રકરણ સાથે સબંધ નથી એમ એજન્સીઓ કહી રહી છે. પરંતુ આ પ્રકરણ જે દિશામાં અને જે વ્યક્તિઓ સુધી આગળ વધી રહ્યું છે તેની દિશા જુના હવાલા કૌભાંડની હોવાનું સુત્રોમાંથી સામે આવ્યું છે. અમદાવાદના હવાલા કૌભાંડની તપાસ પણ ગુજસીટોક વખતે ચર્ચામાં આવેલ શહેરનાં એક મોટા ગજાના ધંધાર્થી તરફ આગળ વધી રહી હોવાનું સુત્રો કહી રહ્યા છે. સુત્રોનું માનવામાં આવે તો અમદાવાદ અને જામનગરના ગુજસીટોક પ્રકરણ વચ્ચે કડી નીકળશે જે સમય આવ્યે ઉઘાડી પડશે.

અમદાવાદ એરપોર્ટ પરથી તાજેતરમાં ડોલર, યુરો અને ભારતીય ચલણ સહિત રૂપિયા ૮૭ લાખની રોકડ સાથે એક સખ્સને એજન્સીએ આંતરી લીધો હતો. આ નાણા જામનગરના સીધી સખ્સને પહોચતા કરવાના હોવાનું જે તે સખ્સે કબુલ્યું હતું. જેને લઈને કસ્ટમ, ઇડી સહિતની એજન્સીઓની નજર જામનગર તરફ વળી છે. અમદાવાદથી સામે આવેલ હવાલા કૌભાંડને કારણે હાલ ઠંડા પડી ગયેલ અને રાજ્યભરમાં ગાજેલ જામનગરનું ગુજસીટોક પ્રકરણ ફરી તાજું થયું છે. આ પ્રકરણની તપાસ કરવા એજસીઓએ જામનગર તરફની વાટ પકડી છે. ત્યારે જે તે સખ્સનું નામ સામે આવી રહ્યું છે તેના સુધી એજન્સીઓ પહોચે તે પૂર્વે જામનગરનું માર્કેટ વધુ એક વખત ગરમ થયું છે. જો સુત્રોનું માનવામાં આવે તો આ પ્રકરણ પણ જયેશ પટેલ સુધી પહોચશે. જો કે સતાવાર રીતે કોઈ વિગતો સામે આવી નથી. પરંતુ આ પ્રકરણની તપાસ બાદ બંને પ્રકરણ વચ્ચે તાર મળશે એમ સુત્રોએ શંકા દર્શાવી છે. ગુજસીટોક પ્રકરણમાં જે તે સમયે શહેરમાં ચોક્કસ ધંધા સાથે સંકલાયેલ એક આસામીનું નામ ઉછળ્યું હતું પરંતુ પોલીસ તપાસ કે કડી આ આસામી સુધી પહોચી નથી એ પણ વાસ્તવિક છે. ત્યારે અમદાવાદ પ્રકરણના તાર આ આસામી સુધી પહોચતા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જો સુત્રોનું માનવામાં આવે તો ગુજસીટોકમાં પણ હવાલા કૌભાંડ સમાયેલ જ છે ત્યારે બંને વચ્ચે ચોક્કસથી કડી છે. જો કે સતાવાર રીતે બંને પ્રકરણ વચ્ચે કેવો અને કેટલા અંશ સુધી સબંધ છે તે હજુ અસ્પષ્ટ છે. સુત્રોની વાણી કાયમ રહે તો આગામી દિવસોમાં વધુ કડાકા ભડાકા થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here