જામનગર : આવતી કાલથી આવશે પરિવર્તન ? નાગરીકોએ પણ સહકાર આપવો પડશે જ

0
482

જામનગર : જામનગરમાં આવતી કાલથી ત્રણ દિવસીય લોકડાઉનની શરૂઆત થઇ રહી છે. કોરોના સંક્રમણ નાથવા ખરેખર નીયંત્રણ જરુરી બન્યા છે. એવા સમયે શહેરની વ્યાપારી સંસ્થાઓએ એકત્ર થઇ ત્રી-દિવસીય લોકડાઉનના નિર્ણયને પગલે આવતી કાલે શહેરની બજાર બંધ રહેશે. નાગરીકોએ પણ વ્યાપારી સંસ્થાઓના આ ભગીરથ નિર્ણયને બિરદાવી સહકાર આપી ઘરે જ રહેવું પડશે તો જ આ કોરોનાંની ચેઈન તૂટશે અન્યથા આ નિર્ણયનો કોઈ હકારાત્મક પરિણામ નહી મળે.


જામનગર ચેમ્બર ઓફ કોમર્સ ખાતે તાજેતરમાં વ્યાપારી સંસ્થાઓ મળી હતી અને તેના હોદ્દેદારોએ એક સામુહિક નિર્ણય લઇ તા.૧૬થી શરુ કરી ત્રિ દિવસીય લોકડાઉન પાડવા માટે તૈયાર થયા હતા. ચેમ્બર, વ્યાપારી મંડળ, બ્રાસ એસો અને ગ્રીન એન્ડ સીડ્સ વ્યાપારી એકમ સહિતનાઓએ સામુહિક નિર્ણય લીધો હતો અને કોરોનાની સાકળ તોડવા માટે સ્વૈચ્છિક લોક ડાઉનની જાહેરાત કરી હતી. આવતી કાલથી આ પીરીયડ ત્રણ દિવસ સુધી ચાલુ થાય છે, શહેરના તમામ વ્યાપારી એકમોએ આ નિર્ણયમાં જોડાઈને સહકાર આપવો જોઈએ તો જ શહેરમાંથી કોરોનાની ચેઈન તૂટવાની સંભાવના નિર્માણ પામશે. સાથે સાથે નાગરીકોએ આવશ્યક કામ સિવાય બહાર ન નીકળે તો પણ સંક્રમણ ખાળી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here